દામનગરમાં સફાઇ મુદ્દે પાલિકા સામે વેપારીઓ કાળઝાળ

  • February 25, 2021 12:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દામનગર નગરપાલિકાનું વેપારીઓ સાથે ઓરમાયું વર્તનથી વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. મુખ્ય બજારમાં આવશ્યક સફાઇ સેવા રવિવારે બંધ કરવામાં આવી છે. શહેરની લુહાર શેરી કાયમ ગટરના ગંદા પાણી રોડ ઉપર શહેરના રામજી મંદિરના દરવાજા પાસે ભારે ગંદકી ઠેર ઠેર સળગતા ઉકરડા આ દ્રશ્યો સવારના ૧૦ વાગ્યાના છે. શહેરી વિકાસ વિભાગની નગરપાલિકા શહેરના દરેક વેપારીઓ પાસે વ્યવસાય વેરો પંદર વર્ષથી વસૂલ કરે છે. શહેરના વેપારીઓને શું સુવિધા આપી ? જાહેર ટોયલેટ અને સફાઇ સેવા બંધ કરી વેપારીઓ સાથે અન્યાય કેમ ?


દામનગર શહેરની મુખ્ય બજારોમાં સુવિધા આપવાના બદલે ઝૂંટવી લેવાય છે ખૂબ મોટો વ્યવસાય વેરો ભરતા વેપારીઓને પ્રાથમિક સુવિધા જાહેર ટોયલેટ અને મુખ્ય બજારો સફાઇ સુવિધા મળી નથી રહી.


એક બાજુ સરકાર સ્વચ્છતા અભિયાનની મુહિમો ચલાવે છે તેવા સમયે પાલિકા શાસકોની ઉલ્ટી ગંગા શહેરમાં માત્ર કાયમી ૪ સફાઇ કર્મચારી જ છે. સફાઇ અભિયાનના નામે શહેરી સંકુલ બહાર ખુલ્લા મેદાનો, નદી-નાળાના પટ આર એન્ડ બીની જગ્યા બિનજ‚રી ખર્ચ કરતું તંત્ર શહેરની મુખ્ય બજારોમાં નિયમિત સફાઇ સેવા આપે તેવી માગ ઉઠી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS