સતત બીજા દિવસે વેપારીઓની હડતાલ

  • February 22, 2024 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગિરનાર પગથિયા પર પ્લાસ્ટિકની પાણીની બોટલ પર પ્રતિબંધ લગાવતા વેપારીઓને પડતી અગવડતા મામલે પાણીની વ્યવસ્થા કરવા ની માંગ સાથે વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો છે જ્યારે આજે પણ બીજા દિવસે પગથીયા પરના દુકાનદારોએ દુકાનો બંધ રાખી પાણી નહીં મળે ત્યાં સુધી વેપાર ધંધા નહીં કરી આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવા ચીમકી અપાય હતી.

હાઇકોર્ટ દ્વારા ગિરનાર પર પ્લાસ્ટિકના ઉપયોગને લઈ થતા પ્રદૂષણ મામલે જિલ્લ ા વહીવટી તંત્રને ટકોર કરી હતી ત્યારે વહીવટી તંત્રએ ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે. જેથી પર્વત પર પાણીની બોટલોનું વેચાણ બંધ કરવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા વેપારીઓને પ્રાથમિક ધોરણે ૨૦ લીટરના પાણીના કેરબા ફાળવવામાં આવ્યા હતા અને વેપારીઓ દ્વારા ગ્લાસ દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ પાણીના કેરબા ભરવા અને લઈ જવા માટે પગથિયા પરના વેપારીઓને મુશ્કેલી થાય છે તો બીજી તરફ યાત્રાળુઓ પણ ફિલ્ટર અને પેકિંગ બોટલ વાળું પાણી જ આપવાની માંગ કરી રહ્યા છે. જેથી કેરબા વાળુ પાણી પીવામાં આવતું નથી અને વેપારીઓને પણ મહેનત હોવા છતાં સમસ્યાનો સામનો કરવો પડે છે જેથી ગિરનાર પર્વત પર પાણીની વ્યવસ્થા કરવા વેપારીઓએ માંગ કરી અચોક્કસ મુદતની હડતાલનું એલાન કર્યું છે. 
​​​​​​​
ગઈકાલે હડતાલ પર ઉતરેલા વેપારીઓએ કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં પણ અમે પણ પર્યાવરણનું હિતી રહ્યા છે પરંતુ તે માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉભી કરવી જરૂરી છે. ગિરનાર પર્વત પર અનેક પાણીના સ્ત્રોતો આવેલા છે ત્યાંથી તંત્ર પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી શકે છે .અગાઉ પ્રજાસત્તાક પર્વના દિવસે ગિરનાર પર્વત પર પાણીની લાઈન દ્વારા પાણી પૂરું પાડવા પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો અને તેને  તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવે. 
આગામી દિવસોમાં ઉનાળાની સિઝન શરૂ થશે ત્યારે ગિરનાર પર આવતા પ્રવાસીઓ માટે પાણીની વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ નહીં કરાવાય તો લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે . આજે સતત બીજા દિવસે ગિરનાર પર્વત પર રહેલા દુકાનદારોએ દુકાનો બંધ રાખતા પ્રવાસીઓને મુશ્કેલી અનુભવાય હતી અને વેપારીઓ ને પાણીની વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ નહીં કરાવાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી અપાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application