GST પોર્ટલ ૩-૩ દિવસ બંધ રહેતા છેલ્લી ઘડી સુધી વેપારીઓ દોડ

  • April 13, 2024 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જીએસટી પોર્ટલમાં ફરી એક વખત ક્ષતિઓ ઊભી થતા કરદાતાઓની હાલત કફોડી બની છે. ત્રણ ત્રણ દિવસ સુધી પોર્ટલ બધં થઈ ગયા બાદ એક દિવસની મુદત વધારી અને એની જાહેરાત પણ છેલ્લી ઘડીએ કરવામાં આવતા વેપારીઓ ટેન્શનમાં આવી ગયા હતા. જીએસટીનું રિટર્ન એક ભરવાના અંતિમ દિવસોમાં સાઇટ ઠપ્પ થઈ ગઈ હતી. વન નેશન વન ટેકસના નેજા હેઠળ જીએસટી લાગુ થયો એ વાતને આજે છ વર્ષ જેટલો સમય થઈ ગયો છે તો પણ હજુ રીટર્ન ભરવામાં કરદાતાઓ સામે અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે જેના લીધે વેપારીઓ અને ટેકસ પ્રેકિટસનરો ને મૂંઝવણ ઊભી થાય છે.

જી.એસ.ટી. પોર્ટલ દ્રારા કરાવવામાં આવી જૂની યાદો તાજા કરાવવામાં આવી હતી. રિટર્ન ભરવાના અંતિમ દિવસોમાં પોર્ટલની હાલત ખરાબ હતી.જીએસટીઆર ૧ ભરવાના છેલ્લા દિવસે પણ કરદાતા તથા ટેકસ પ્રોફેશનલ્સને મુશ્કેલી ભોગવી પડી હતી.તાજેતરમાં જીએસટી આર –૧ રિટર્ન ની છેલ્લી તારીખ હોય ત્યારે જ વેબસાઈટ પર જીએસટીઆર –૧ ભરવામાં સતત મુશ્કેલી પડી રહી હતી.જો વેબસાઈટ ન ચાલે તો જે વેપારીઓએ વેચેલ માલ ની વિગતો મોડી અપલોડ થવાને કારણે ટેક્ષ ક્રેડિટ મજરે મળે નહિ અને માર્ચ માસના રિટર્ન માં વેપારીઆલમ પર વેરાનું ભારણ આવશે આમ ટેક્ષ વ્યવસાયિઓ અને વેપારીઆલમ દ્રિધા માં મુકાયેલ છે.આ બાબતે ગુજરાત સેલ્સ ટેક્ષ બાર એસોસિએશન અને ગુજરાતના અન્ય એસોસિએશન ધ્વારા જીએસટીઆર –૧ રિટર્ન ભરવાની તારીખ વધારવા માંગ કરવામાં આવી હતી. દેશભરમાંથી મુદત વધારવા માટે માંગણી ઊભી થઈ ત્યારે જીએસટી વિભાગ દ્રારા ગઈકાલે સવારે એટલે કે છેલ્લા દિવસે મુદત વધારે અને તેની જાહેરાત પણ એક દિવસે કરતા વેપારીઓમાં દોડધામ વધી હતી. જોકે ગઈ કાલે એક દિવસમાં લાખો રિટર્ન ભરાયા હતા જેના લીધે કરદાતાઓને હાશકારો થયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application