ખજૂર, ધાણી, દાળીયા, હારડા, ચોકલેટના વેપારીઓને ત્યાં મ્યુનિ ફૂડ બ્રાન્ચના દરોડા

  • March 13, 2025 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચે આજે શહેરની વિવિધ બજારોમાંથી ખજૂર, ધાણી, દાળિયા, હારડા, ચોકલેટ સહિતની દુકાનોમાં દરોડા કાર્યવાહી હાથ ધરીને કુલ 27 જેટલા સેમ્પલ લીધા હતા આ તમામ સેમ્પલ પૃથ્થકરણ અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલનાર હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે, સર્વેલન્સ ચેકિંગ દરમિયાન મોચી બજાર ચોક, પોસ્ટ ઓફિસ સામે, રાજકોટ મુકામે આવેલ તુલસી એન્ટરપ્રાઇઝ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ એક્સપાયરી ડેટ વીતેલ ચોકલેટ, ચોકો બોલ્સ કપ તથા સાકરિયા વગેરે મળીને અંદાજીત 35 કિ.ગ્રા. અખાદ્ય કન્ફેશનરીનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.

તેમણે ઉમેર્યું હતું કે શહેરના આજીડેમ- માંડા ડુંગર વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૧ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૫ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાધ્ય ચીજોના કુલ ૨૧ નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરી હતી.


આટલી દુકાનોમાંથી સેમ્પલ લેવાયા

(1) જાયદી ખજૂર (લુઝ): સ્થળ- અબ્દુલહુસેન શેખભાઇ એન્ડ સન્સ, પરાબજાર ગોળપીઠ, રાજકોટ.

(2) જાયદી ખજૂર (લુઝ): સ્થળ- શ્રી ગિરિરાજ એન્ટરપ્રાઇઝ, પરાબજાર ગોળપીઠ પાસે, રાજકોટ.

(3) જાયદી ખજૂર (લુઝ): સ્થળ- જિગ્નેશ ટ્રેડર્સ, દેવપરા મ્યુનિ. શોપિંગ સેન્ટર, કોઠારીયા રોડ, રાજકોટ.

(4) કબ કબ ખજૂર (લુઝ): સ્થળ- આઈશ્રી ખોડિયાર પ્રોવિઝન સ્ટોર, દેવપરા મ્યુનિ. શોપિંગ સેન્ટર, કોઠારીયા રોડ, રાજકોટ.

(5) જાયદી ખજૂર (લુઝ): સ્થળ- મે. અજયભાઇ ભરતભાઇ સોમૈયા, કંદોઇ બજાર કોર્નર, પરાબજાર મેઇન રોડ, રાજકોટ.

(6) ધાણી (લુઝ): સ્થળ- સુનિલભાઈ ફૂલવાળા, કંદોઇ બજાર કોર્નર, પરાબજાર મેઇન રોડ, રાજકોટ

(7) ધાણી (લુઝ): સ્થળ- રાજ સેલ્સ એજન્સી, પરાબજાર મેઇન રોડ, રાજકોટ

(8) દાળિયા (લુઝ): સ્થળ- રાજ સેલ્સ એજન્સી, પરાબજાર મેઇન રોડ, રાજકોટ

(9) ઈરાની ખજૂર (લુઝ): સ્થળ- ગોકુલ ટ્રેડર્સ, પરાબજાર મેઇન રોડ, ગોળપીઠ, રાજકોટ

(10) કિમીયા મઝાફતી ખજૂર ૫૫૦ ગ્રામ પેકિંગ: સ્થળ- અબ્દુલઅલી હસનભાઇ ગાંધી, એમ.જી. રોડ પરાબજાર, દાણાપીઠ કોર્નર, રાજકોટ

(11) કબકબ ખજૂર (લુઝ): સ્થળ- જયદીપ ટ્રેડર્સ, પરાબજાર, ગોળ પીઠ, રાજકોટ

(12) દીપ ગોલ્ડ સિડ લેસ ખજૂર ૫૦૦ ગ્રામ પેકિંગ સ્થળ- મે. ઈસ્માઈલ શેખભાઇ એન્ડ સન્સ, પરાબજાર, રાજકોટ

(13) ધાણી (લુઝ): સ્થળ- અન્નપૃર્ણા ટ્રેડર્સ, પરાબજાર, ગોળપીઠ, રાજકોટ

(14) અમૃત સિડલેસ ખજૂર ૫૦૦ ગ્રામ પેકિંગ: સ્થળ -અન્નપૃર્ણા ટ્રેડર્સ, પરાબજાર, ગોળપીઠ, રાજકોટ

(15) પીળા ફોલવા દાળિયા (લુઝ) : સ્થળ- આર.કે. ટ્રેડર્સ, જે.પી.ના ડેલામાં, પરાબજાર, રાજકોટ

(16) મસાલા દાળિયા (લુઝ) : સ્થળ- આર.કે. ટ્રેડર્સ, જે.પી.ના ડેલામાં, પરાબજાર, રાજકોટ

(17) હારડા (લુઝ) : સ્થળ- રોયલ ટ્રેડર્સ, પરાબજાર, ગોળપીઠ, રાજકોટ

(18) હારડા (લુઝ) : સ્થળ - જિગ્નેશ ટ્રેડર્સ, દેવપરા મ્યુનિ. શોપિંગ સેન્ટર, કોઠારીયા રોડ, રાજકોટ

(19) હારડા (લુઝ) : સ્થળ - આઈશ્રી ખોડિયાર પ્રોવિઝન સ્ટોર, દેવપરા મ્યુનિ. શોપિંગ સેન્ટર, કોઠારીયા રોડ, રાજકોટ

(20) સમ્મી સ્ટ્રોબેરી ફ્લેવર કેન્ડી: સ્થળ- વી.એચ.માર્કેટિંગ, 3-4 સદગુરુનગર, કુવાડવા રોડ, રાજકોટ.

(21) નેસ્લે કીટ કેટ ડાર્ક ચોકલેટ કોટેડ વેફર ૧૫૦ ગ્રામ પેકિંગ: સ્થળ- એ.એ. માર્કેટિંગ, 5- લાતી પ્લોટ કોર્નર, રાજકોટ.

(22) નેસ્લે ક્લાસિક મિલ્ક ચોકલેટ ૧૫૦ ગ્રામ પેકિંગ સ્થળ- એ.એ. માર્કેટિંગ, ૫-લાતી પ્લોટ કોર્નર, રાજકોટ.

(23) કેડબરી ડેરી મિલ્ક સ્લીક હેઝલનટ ચોકલેટ, સ્થળ- દ્વારકેશ માર્કેટિંગ, દ્વારકેશ પ્લાઝા, 9- પંચનાથ પ્લોટ, રાજકોટ.

(24) કેડબરી ટેમ્પટેશન એન્ડ રેઝીન્સ ચોકલેટ ૭૦ ગ્રામ પેકિંગ, સ્થળ- દ્વારકેશ માર્કેટિંગ, દ્વારકેશ પ્લાઝા, 9- પંચનાથ પ્લોટ, રાજકોટ.

(25) સુમિકો જોયોયસ અશોર્ટએડ મિલ્ક ચોકલેટ ૨૭૫ ગ્રામ પેકિંગ સ્થળ- વી.એચ.માર્કેટિંગ, 3-4 સદગુરુનગર, કુવાડવા રોડ, રાજકોટ.

(26) ઓરિયો સ્ટીક ચોકલેટ લુઝ સ્થળ- પ્રિન્સ એન્ટરપ્રાઇઝ (ધ ચોકલેટ રૂમ) રીલાયન્સ માર્કેટ બીજો માળ, 150' રિંગ રોડ, રાજકોટ.

(27) ચોકલેટ લોલીપોપ લુઝ: સ્થળ- પ્રિન્સ એન્ટરપ્રાઇઝ (ધ ચોકલેટ રૂમ) રીલાયન્સ માર્કેટ બીજો માળ, 150' રિંગ રોડ, રાજકોટ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News