વેપારી એસોસીએશન દ્વારા થયેલી રજુઆત બાદ ચેમ્બર હવે ઉચ્ચઅધિકારીઓને મળી ઘોઘાગેટ વિસ્તાર કાયમી ધોરણે દબાણ અને અસામાજિક તત્વોથી મુક્ત રહે તે માટેના આયોજન અંગે ચર્ચા કરશે.
શહેરમાં છેલ્લા ઘણા સમયથી મહાપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવવાની પ્રક્રિયા સતત રીતે ચાલુ રહી છે.ત્યારે લોકો તેને આવકારી જે સ્થળેથી દબાણ હટાવાઈ તે સ્થળે ફરીથી દબાણ ન થાય સાથે કાયમી ધોરણે તે સ્થળ દબાણમુક્ત રહે તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે. ખાસ કરીને ઘોઘાગેટ વિસ્તારના દબાણોનો તાજેતરમાં જ મ્યુ. તંત્ર દ્વારા સફાયો કરી દેવાયો છે. દબાણની સાથે આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ પણ ઓછો થયો છે. ત્યારે હવે ઘોઘાગેટ અને તેની આજુબાજુના વિસ્તારો કાયમી ધોરરને દબાણ તેમજ અસામાજિક તત્વોથી મુક્ત રહે તે માટે સ્થાનિક વિસ્તારના વેપારીઓ તેમજ એસોસિએશને હવે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સને પણ ઢંઢોળતા હવે ચેમ્બર્સ પણ મેદાનમાં આવ્યુ છે.
જેમાં ભાવનગર શહેર આવી જ રીતે દબાણ વગરનુ રહે મહાપાલિકા સહિતના માટે ઉચ્ચ અધિકારીઓને મળી વિસ્તૃત ચર્ચાઓ કરશે. આ અંગે ગઈકાલે મળેલી ચેમ્બરની મીટીંગમાં પ્રશ્નોની છણાવટ થઈ હતી. સાથે વેપારીઓના સૂચનો પણ મેળવ્યા હતા. જેમાં ખાસ કરીને ઘોઘાગેટ વિસ્તારના દબાણો અંગે પોતાની દુકાનની આજુબાજુના દબાણ અને અસામાજિક તત્વોના ત્રાસથી વ્યાપારીઓ પરેશાન થતા હોવાની પણ ઉગ્ર રજુઆતો થઈ હતી.
જ્યારે અગાઉ વેપારીઓની તંત્રને રજુઆત કરાયા બાદ તંત્ર દ્વારા દબાણ સામે કાર્યવાહી થતી પરંતુ દસ-પંદર દિવસ ઠીક ઠાક ચાલ્યા પછી પરિસ્થિતિ જેમનીતેમ થઈ જતી હતી. ત્યારે ઘોઘાગેટ વિસ્તારમાં આવેલા બિઝનેસસેન્ટર ના વેપારી એસોસીએશન દ્વારા ચેમ્બરને આ પ્રશ્નનો કાયમી નિકાલ લાવવા માટે ભારપૂર્વક અનુરોધ કરી લોકો માટે ફરવા લાયક સ્થળ તરીકે ગંગાજળીયા તળાવની કયાપલટ કરવામાં આવી છે.તેનીઆજુબાજુ રહેતા ૫૦ જેટલા લોકોને તાત્કાલિક હટાવવા માટે અને આ સ્થળને ફરવા માટે ઉપયોગ કરી શકે તેવું સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પણ વેપારી એસોસીએશન દ્વારા ચેમ્બરને જણાવ્યું હતું.
વધુમાં અગાઉ જવાહર મેદાનમાં થયેલા અસંખ્ય દબાણો પણ તંત્રએ પોતાની કુનેહથી હટાવ્યા છે ત્યારે ૧૦ કરોડના ખર્ચે રીનોવેટઇ થયેલું અને ફરવા લાયક સ્થળ એવું તળાવ પણ ચોખ્ખું કરી તેની આજુબાજુના રહેતા ગેરફાયદેસર લોકોને ત્યાંથી હટાવવા માટે પણ અતિજરૂરી છે. વેપારીઓની રજુઆત બાદ ચેમ્બર દ્વારા શહેર કાયમી ધોરણે દબાણ મુક્ત તેમજ સ્વચ્છ અને સુંદર બની રહે તે માટે ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ ઉચ્ચ અધિકારીઓને મળી રજૂઆત કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાયર એનઓસીના અભાવે મહાપાલિકાના કોમ્યુનિટી હોલ મેરેજ સીઝનમાં બંધ, દેકારો
November 22, 2024 03:30 PMઈ–ચલણ ન ભરનાર ૬૦૯ વાહન માલિકોના આરટીઓ ડ્રાઇવીંગ લાઇસન્સ કરશે સસ્પેન્ડ
November 22, 2024 03:29 PMસગીરપુત્રી પર દુષ્કર્મ કરનાર પિતાને ૨૦ વર્ષની કેદ
November 22, 2024 03:27 PMરાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન વાઈસ ચેરમેનની સર્વાનુમતે થઈ પસંદગી
November 22, 2024 03:24 PMમોબાઇલ ટાવર્સનો કરોડોનો વેરો બાકી; જપ્તી નોટિસ
November 22, 2024 03:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech