જામનગરમાં કોરોનાની બીજી લહેર અંતના આરે: પાંચ મોત

  • June 11, 2021 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુલ મૃત્યુઆંક 4544 : કુલ પોઝીટીવ કેસ 34374 : ડીસ્ચાર્જ 97:: જામનગરમાં ગઇકાલે 17 અને ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 5 પોઝીટીવ કેસ નોંધાયા : કોવિડ હોસ્પીટલમાં દર્દીઓનું પ્રમાણ ઘટયું : હજુ પણ ડીસ્ચાર્જની સંખ્યા કુલ કેસ કરતા પાંચ ગણી વધારે

જામનગર શહેર, જીલ્લામાં કોરોનાનું સંક્રમણ ખુબ જ ઘટી ગયું છે, ગ્રામ્ય વિસ્તારમાં તો માત્ર પાંચ પોઝીટીવ કેસ નોંધાયા છે અને આંકડો ફરી સિંગલ ડીજીટમાં આવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ હોસ્પીટલમાં માત્ર પાંચ મૃત્યુ નોંધાયા છે. હવે મૃત્યુઆંક ધીરે ધીરે ઘટી રહયો છે. ગઇકાલે જીલ્લામાં માત્ર 22 કેસ નોંધાયા છે જેની સામે ડીસ્ચાર્જની સંખ્યા 97 થઇ છે. સરકારી ચોપડે ગઇકાલે કોઇ મૃત્યુ નોંધાયુ નથી.

જામનગરમાં છેલ્લા કેટલાય સમયથી કોરોના હવે મોટા ભાગે ક્ધટ્રોલમાં આવી ગયો છે, જેના ભાગે ગામડાઓના કેટલાક વિસ્તારો ગજણા, દલતુંગી, ડબાસંગ વિસ્તારમાં 80 થી 90 ટકા રસીકરણ થઇ હોવાનું જાણવા મળે છે, દલતુંગીમાં તો 99 ટકા રસીકરણ થયું છે અને હજુ એક પણ કેસ નોંધાયો નથી, કોરોનાકાળમાં આ વિસ્તારમાં બે ના મોત થયા હતા, દલતુંગીમાં 10 પથારીનું કોવિડ સેન્ટર પણ રાખવામાં આવ્યું છે. જયારે  ડબાસંગમાં અત્યાર સુધીમાં કોરોનાની સીઝનમાં ત્રણના મોત થયા છે.

અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા 34374 ઉપર પહોંચી છે, જામનગર શહેરની વાત લઇએ તો અત્યાર સુધીમાં 402525 લોકોના ટેસ્ટીંગ કરાયા છે, ગઇકાલે 17 પોઝીટીવ કેસ આવ્યા છે અને 79 ડીસ્ચાર્જ થયા છે જયારે ગ્રામ્ય વિસ્તારમાં 294634 લોકોના સેમ્પલ લેવાયા છે, નવા 5 પોઝીટીવ કેસ આવ્યા છે, જયારે 18 દર્દીને રજા આપવામાં આવી છે. જીલ્લામાં કુલ 97 દર્દી ડીસ્ચાર્જ થયા છે.

ગઇકાલે સત્તાવાર રીતે શહેર-જીલ્લામાં કોઇના મૃત્યુ દશર્વિાયા નથી, સમગ્ર જીલ્લામાં 6.97 લાખ લોકોનું ટેસ્ટીંગ કરાયું છે, ગ્રામ્ય વિસ્તારનો કુલ પોઝીટીવ આંક 12383 નોંધાયો છે જયારે શહેર વિસ્તારમાં પોઝીટીવ દર્દીની સંખ્યા અત્યાર સુધીમાં 22096 નોંધાયા છે. ધીરે ધીરે ડીસ્ચાર્જની સંખ્યા વધતી જાય છે બીજી તરફ હવે લોકોએ સંપુર્ણપણે ઘ્યાન રાખવું પડશે, છુટછાટોમાં વધારો થયો છે અને આજથી ધર્મસ્થાનો પણ ખુલ્યા છે ત્યારે લોકોએ હજુ પણ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું પડશે. કોવિડ હોસ્પીટલમાં દર્દીની સંખ્યા માત્ર 23 થી 25 ટકા થઇ છે તેથી ડોકટરોને પણ રાહત થઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS