યાત્રાધામ દ્વારકામાં પ્રવાસીઓ-સહેલાણીઓ ઉમટયાં

  • June 29, 2021 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાકાળમાં ભયંકર મંદી બાદ હાલમાં કોરોનાનો કહેર ઓછો થતાં યાત્રાધામ દ્વારકામાં પ્રવાસીઓ અને દર્શનાર્થીઓની ભીડ જોવા મળી રહી છે. પુરા થયેલ વીકેન્ડમાં યાત્રાધામમાં યાત્રાળુઓનું ઘોડાપુર ઉમટી પડતાં હોટલ રેસ્ટોરાં હાઉસફુલ જોવા મળ્યા હતા. માત્ર ટુરીઝમ પર આધારિત યાત્રાધામના અર્થતંત્રને કોરોનાકાળમાં એકથી વધુ વખત મંદિર બંધ રહેતાં અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના અભાવ તથા લોકોમાં ડર જેવા કારણોને લીધે ભયંકર મંદીનો સામનો કરવો પડયો હતો. જેમાં ધીરે ધીરે સુધારો થતાં યાત્રાળુના વધતા પ્રવાહથી પડેલી અર્થવ્યવસ્થામાં દ્વારકાની મંદ પડેલી અર્થવ્યવસ્થામાં સનજીવનીનો સંચાર થયો હોય તેમ બજારોમાં રોનક જોવા મળી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS