પોરબંદર નજીક બરડા જંગલમાં જંગલ સફારી શરુ થયુ છે ત્યારે વિશાળ સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે અને જંગલ સફારીની મજા માણીને ખુશી વ્યકત કરી રહ્યા છે. પોરબંદર નજીક બરડા જંગલ સફારીની સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાથી દિવાળીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી પડ્યા હતા બરડા જંગલ સફારીમાં પ્રકૃતિ, પર્વતો, પાણીના ઝરણા, વન્ય પ્રાણી, પક્ષીઓ નિહાળી પર્યટકો રોમાંચિત બન્યા હતા. પોરબંદર નજીક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કપુરડી ચેકપોસ્ટ ખાતેથી ધનતેરસના પાવન દિવસે પ્રવાસીઓ માટે એક નવીન નજરાણા સમાન એશિયાઈ સિંહોનું બીજું નવું રહેઠાણ એટલે કે બરડા વન્યજીવ અભ્યારણ ખાતે બરડા જંગલ સફારી ફેઈઝ-૧નો શુભારંભ કરવામાં આવ્યો છે અને દિવાળીના વેકેશન દરમિયાન અહીં અનેક પર્યટકો એડવાન્સમાં જ બુકિંગ કરાવી રહ્યા છે. દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અનેક પ્રવાસીઓ બરડા જંગલ સફારીનો આનંદ મેળવવા આવી પહોંચ્યા હતા. ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, જામનગર, વડોદરા સહિતના શહેરો માંથી પર્યટકો આવ્યા હતા. બરડા જંગલ સફારીનો આનંદ મેળવનાર પ્રવાસીઓએ તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કેઆ જંગલમાં પર્વતો પાણીના ઝરણાઓ પ્રકૃતિ તેમજ વિવિધ પક્ષીઓનો કલરવ, વન્ય પ્રાણીઓ નિહાળવાનો અનેરો લ્હાવો મળ્યો છે. ખાસ કરીને અહીં સ્વચ્છતાની વિશેષ કાળજીઓ લેવામાં આવી રહી છે, તે પણ સરાહનીય છે. આ જંગલ વિસ્તારમાં જીપમાં બેસીને પરિવાર સાથે ફરવાથી અનેરો આનંદ મળ્યો છે. બરડા જંગલ સફારીની સગવડ ઉપલબ્ધ કરવા બદલ ગુજરાત સરકારનો પ્રવાસીઓએ આભાર વ્યક્ત કર્યો હતો. આમ બરડા જંગલ સફારીમાં પ્રાકૃતિક, વન્ય પ્રાણીઓ, પર્વતો અને પાણીના ઝરણાંઓ નિહાળી પર્યટકો રોમાંચિત બન્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application54 દિવસમાં જ સોનું ૧૧૦૦૦ રૂપિયા વધ્યું, તેજી હજુ ચાલુ રહેશે
February 24, 2025 11:31 AMજામનગર જિલ્લા મહેશ્ર્વરી મેઘવાર સમાજના કાર્યકારી પ્રમુખની નિમણુંક
February 24, 2025 11:28 AMઈલોન મસ્કે ₹1 લાખ કરોડ ગુમાવ્યા, અંબાણી-અદાણીને પણ જંગી નુકસાન
February 24, 2025 11:28 AMજર્મનીની ચૂંટણીમાં ઓલાફ સ્કોલ્ઝની હાર: ફ્રેડરિક મર્જ નવા ચાન્સેલર બનશે
February 24, 2025 11:26 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech