કોરોનાકાળમાં બે માસથી ભાવિકોને પ્રવેશબંધીથી ટુરીઝમ આધારિત દ્વારકા ધામના અર્થતંત્રમાં જબરદસ્ત મંદીનો માહોલ

  • June 04, 2021 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશભરમાં કોરોના વાઇરસની બીજી લહેરને લીધે સંક્રમણ અટકાવવા આશરે બે માસ પહેલાં દેશના અન્ય તીર્થસ્થાનોની જેમ દ્વારકા યાત્રાધામને પણ યાત્રીકો માટે પ્રવેશબંધી કરી દેવાયો હતો. જેના પગલે યાત્રાધામમાં આવતાં યાત્રીકોનો પ્રવાહ લગભગ બે માસથી ઠપ્પ થઇ  ગયો છે. માત્ર અને માત્ર ટુરીઝમ બીઝનેસ પર જીવતી દ્વારકાની પ્રજા છેલાં બે માસથી ટુરીઝમમાં જબરદસ્ત મંદીને કારણે સ્થાનીય અર્થતંત્રને જબરદસ્ત આર્થિક ફટકો લાગ્યો છે. ગત વર્ષ્િે કોરોનાની પ્રથમ લહેરમાં પણ અમૂક મહિનાઓ સુધી જગતમંદિર બંધ રખાતા આવેલ મંદીમાંથી માંડ કળ વળી ત્યાં ફરીવાર બબ્બે માસથી મંદિર બંધ રહેતાં યાત્રીકો વિહોણા યાત્રાધામમાં બારે માસ જોવા મળતી યાત્રીકોની ચહલ-પહલને બદલે ભયંકર શાંતિનો માહોલ જોવા મળી રહયો છે. અર્થતંત્રને બુસ્ટ કરવા સરકાર દ્વારા અલગ-અલગ પેકેજ જાહેર કરાય છે ત્યારે યાત્રાધામનો ટુરીઝમ ઉદ્યોગ અનિશ્ર્ચિત બન્યો છે આ સંજોગોમાં દ્વારકાની સ્થાનીય પ્રજા માટે પણ સરકાર દ્વારા રાહત જાહેર કરાય તેવી માંગો ઉઠવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS