ટોચના કોંગ્રેસના નેતા ભરતસિંહ વેન્ટિલેટર પર 

  • July 07, 2020 04:33 PM 3454 views

  • ભરતસિંહના ફેફસા પર અસર હોવાથી ઓક્સિજનની વધુ માત્રામાં જરૂર પડતી હોવાથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે .

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને રાજ્યસભાની ચૂંટણી પછી કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.પહેલા તેમણે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ કરી હતી, પરંતુ તબિયત બગડતા તેમને અમદાવાદની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી તેઓ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, ત્યારે આજે ભરતસિંહ સોલંકીને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે.ડૉક્ટરોના કહેવા પ્રમાણે ફેફસા પર અસર હોવાથી ઓક્સિજનની વધુ માત્રામાં જરૂર પડતી હોવાથી ભરતસિંહને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. તેમને શ્વાસ લેવામાં સમસ્યા સર્જાઇ રહી હોવાથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે.જોકે ભરતસિંહ સોલંકીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરતસિંહને શ્વાસ લેવામાં તકલીફ સિવાય કોઇ સમસ્યા ન હોવાનું પણ જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application