આવતીકાલે રવિવારે ૧૪મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ પર્વ છે ત્યારે ભાવેણાના ગગનમાં પતંગ યુદ્ધ જામશે. પતંગ પર્વને ઉજવવા માટે પતંગ, દોરી, ફિરકી, ગોગલ્સ, કેપ વગેરેની ધૂમ ખરીદી નીકળી છે. સોમવારે વારે ધનારક પૂર્ણ થતા ત્યારબાદ પુનઃલગ્ન સિઝન જામશે.
પતંગ રસિયાઓ આખો દિવસ ગગનમાં પતંગના પેચ લડાવતા હોય છે. આકાશમાં રંગબેરંગી પતંગ યુદ્ધ નિહાળવા જેવું હોય છે. પતંગ પર્વને ઉજવવા માટે પતંગ રસિયાઓ દ્વારા પતંગ, ફીરકી, દોરી તેમ જ દોરી પાવા ની તૈયારીઓ મોટાભાગે પૂર્ણ કરી દેવાઈ છે. તો ગોગલ્સ, કેપ, પંપુડા, ફુગ્ગા સહિતની પણ ખરીદી કરવામાં આવી છે.આજે મોડી રાત્રી સુધી દોરીને માંજો પાવાનું શહેર અને જિલ્લામાં શરૂ રહેશે.રાત્રી સુધી શહેરની બજારોમાં પતંગ અને દોરીની ખરીદી માટે લોકોની ભારે ભીડ જામશે.
ઉતરાયણના તહેવાર નિમિત્તે અનેક લોકો ઘરે સિંગ,દાળિયા, તલ અને મમરાની ચીકી અને પાક બનાવે છે. તદઉપરાંત શેરડી, બોર આરોગવાની મોજ માણશે. અનેક પરિવારો ઉતરાયણ નિમિત્તે ઘરે ઉંધીયું બનાવે છે કે બજારમાંથી લાવીને ઊંધિયું આરોગતા હોય છે. તેની સાથે જલેબી અથવા અન્ય મીઠાઈ ની પણ મોટા પ્રમાણમાં ખરીદી થશે.
કાલે રવિવારે વહેલી સવારથી પતંગપ્રેમીઓ અગાસી અને ધાબા પર ચડી જશે અને પતંગ ચગાવશે. પતંગ ચગવા માટે પણ પવનની અનુકૂળતા હોવી જોઈએ.કારણ કે સાવ ઓછો પવન હોય કે વધુ પડતો પવન હોય તો પતંગ ચગાવવામાં મુશ્કેલી પડે છે. પતંગ પ્રેમીઓ એ કાપ્યો... અને જો જાય... એવા અવાજોથી વાતાવરણ ગજવી મુકશે. પતંગ પ્રેમીઓ મ્યુઝિક સિસ્ટમ ગોઠવી પતંગની સાથે સાથે સંગીતનો પણ આનંદ માણશે. સાંજે સંગીતની સાથે ડાન્સ પણ જામશે. અને કેટલાક લોકો ફટાકડા ફોડશે. સોમવારે ધનારક પૂર્ણ થતા આગામી તારીખ ૧૭ જાન્યુઆરીથી લગ્ન સિઝન જામશે. લગ્ન ઉપરાંત બીજા અનેક શુભ કાર્યો પણ પુનઃ શરૂ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા કલેકટર કચેરી ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓ માટે સ્વાસ્થ્ય તપાસણી કેમ્પ
March 12, 2025 11:15 AMએપલને એક જ દિવસમાં 174 અબજ ડોલરનું નુકસાન
March 12, 2025 11:09 AMસિક્કા ટીપીએસ સીઆઈએસએફ દ્વારા રક્તદાન શિબિર
March 12, 2025 11:07 AMપત્નીને સમાધાનના ભાગ રૂપે મળેલા ફ્લેટ પર સ્ટેમ્પ ડ્યુટી નહી લાગે
March 12, 2025 11:06 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech