આવતીકાલે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ

  • June 09, 2021 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કંકણાકૃતિ સ્વરુપનું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં

આવતીકાલે થનારું સૂર્યગ્રહણ કંકણાકૃતી સ્વરૂપનું હશે. જે સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી જામનગરના લોકો સૂર્યગ્રહણ થી વંચિત રહેશે.

સૂર્ય અને પૃથ્વી વચ્ચે જયારે ચંદ્ર એક સરળ રેખામાં આવે ત્યારે ગૃહણ થાય છે. આપણે જાણીએ છીએ કે ચંદ્રનો પૃથ્વીની આસપાસ ફરવાનો પાથ દિર્ઘવૃત છે. તેથી કયારેક ચંદ્ર પૃથ્વી નજીક હોય અને કયારેક  પૃથ્વીથી વધુ દૂર હોય.જયારે ચંદ્ર પૃથ્વીથી દૂર હોય ત્યારે ચંદ્ર સમગ્ર સૂર્યને ઢાંકી દેવા સક્ષમ હોતો નથી. ત્યારે સૂર્ય ની કિનારી ખૂલી રહી જાય છે.

આજે થનારું આ સૂર્ય ગ્રહણ  કંકણાકૃતી સ્વરૂપનું હશે. આ વૃષભ રાશિમાં થનારું સૂર્યગૃહણ ઉત્તર અમેરિકાના ઉત્તર ભાગ, યુરોપ, એશિયામાં ખંડગ્રાસ  સ્વરુપે દેખાશે. જ્યારે ઉત્તર કેનેડા, ગ્રીનલેંડ અને રશિયા માં કંકણાકૃતી સ્વરૂપ દેખાશે.

જો કે, ભારતમાં આ ગ્રહણ દેખાશે નહિ. હવે પછી  વર્ષ ના અંતમાં 19 નવેમ્બર  તથા 4 ડિસેમ્બર દરમિયાન થનારું સૂર્યગ્રહણ પણ ભારત માં દેખાશે નહીં. તેમ ખગોળવીદ્ કીરીટભાઈ શાહની યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS