કાલે મ્યુ.કમિશ્નર જામ્યુકોનું અંદાજપત્ર સ્ટે.કમીટીમાં રજૂ કરશે

  • January 29, 2025 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેટલાક વિકાસના નવા કામો, 10 થી 12 અગાઉ બજેટમાં આવેલા કામો અને કેટલાક નવા વેરાઓ સાથેનું ફુલગુલાબી અંદાજપત્ર સ્ટે.કમિટીમાં રજૂ થયા બાદ અભ્યાસ કરીને વેરા દુર કરવા પદાધિકારીઓ પ્રયત્ન કરશે: રિવરફ્રન્ટ યોજનાને મહત્વ અપાશે: નવા રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇનના અંદાજો રજૂ થશે


જામનગર મહાપાલીકાનું કરોડો પિયાનું બજેટ આવતીકાલે સ્ટે.કમિટીમાં મ્યુ.કમિશ્નર રજૂ કરશે, જેમાં કેટલાક આંબા-આંબલી બતાવવામાં આવશે, જુના પ્રોજેકટો જે વર્ષોથી બજેટમાં દશર્વિવામાં આવે છે તે ફરીથી રજૂ કરવામાં આવશે, ખાસ કરીને સુભાષ શાક માર્કેટ, નવું સ્મશાન, 50 ઇલેકટ્રીક બસ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, રીવરફ્રન્ટ, ભૂગર્ભ ગટર અને પાણીનું નેટવર્ક, ક્રિકેટ મેદાન, સાયન્સ નોલેજ પાર્ક જેવા પ્રોજેકટો ફરીથી આ બજેટમાં દોહરાવવામાં આવશે. વધુ વેરા ન આવે અને બજેટ ફુલ ગુલાબી બને તેવા પ્રયત્નો અધિકારીઓ દ્વારા થઇ રહ્યા છે. રસ્તા, વોટર વર્કસ, ભૂગર્ભ ગટર અને ખાસ કરીને જામનગરનો ા.600 કરોડનો રીવરફ્રન્ટ પ્રોજેકટ પણ આ બજેટમાં ફરીથી દશર્વિવામાં આવશે, આ વખતેનું બજેટ રકમની દ્રષ્ટિએ રેકોર્ડબ્રેક હશે. જામ્યુકોના પદાધિકારીઓ આ નવા બજેટમાં કેટલાક નવા વિકાસ કામોને પ્રાધાન્ય આપવાની તૈયારીમાં છે, જામનગરનો વિકાસ ઝડપથી થાય તે માટે રીંગરોડ બનાવવાની તાત્કાલીક જર છે, અનેક વિકાસના કામો થશે ત્યારે જામનગરની સકલ બદલશે, થોડા મહીના બાદ ા.196 કરોડનો ફલાય ઓવરબ્રિજ પણ પુરો થશે, ત્યારબાદ ટ્રાફિકની સમસ્યા હળવી થશે.


આ વર્ષના બજેટમાં છેલ્લા કેટલાક સમયથી રણજીતસાગર રોડ ઉપર અદ્યતન નવું સ્મશાન બનાવવાની વાત કરવામાં આવી રહી છે તે વાત ફરીથી દોહારાવાશે, દર વખતે બજેટમાં નવા સ્મશાનની વાત આવે છે, જામનગરમાં કોર્પોરેશનનો એક પણ સ્મશાન કોર્પોરેશનની માલીકીનું નથી, ા.600 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવાની વાત ગયા વખતે પણ કરવામાં આવી હતી, આ વખતે સર્વેની કામગીરી પુરી થઇ છે એટલે ઝડપથી આ પ્રોજેકટ શ થાય તેવું લોકો ઇચ્છે છે.


જામનગરના નવા અદ્યતન ટાઉનહોલ માટે ા.1500 કરોડથી વધુ રકમનું બજેટ રજૂ થશે અને આ વિક્રમજનક બજેટ રહેશે, કારણ કે અત્યાર સુધીમાં આ પ્રકારનું બજેટ રજૂ થયું નથી. બે નવા ફાયર સ્ટેશન પણ બનાવાશે, રાજાશાહી વખતની સુભાષ શાક માર્કેટ કેટલાય બજેટથી મંજુર કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. એવી જ રીતે નવું સ્પોર્ટસ કોમ્પલેક્ષ પણ મેહુલ સિનેમા પાસે બનવાનું છે, તેના કોઇ ઠેકાણા નથી, હાપામાં ફાઇનલ પ્લોટ નં.62વાળી જગ્યામાં ા.5 કરોડના ખર્ચે ક્રિકેટ મેદાન બનાવીશું તેવું કહેવામાં આવ્યું છે, પરંતુ આ કામ શ થયું નથી, વિજયનગર જકાતનાકા, સૈનીક ભવન પાસેનો ઓવરબ્રિજ, 12 કરોડના ખર્ચે સાયન્સ નોલેજ પાર્ક, એમઓએચયુએની ગ્રાન્ટમાંથી 50 ઇલેકટ્રીક સીટી બસ, માંડવી ટાવર રેસ્ટોરેશન જેવા પ્રોજેકટો શ થયા નથી અને માત્ર આંબા-આંબલી બતાવવામાં આવ્યા હતાં.


આ નવા બજેટમાં ભૂગર્ભ ગટરનું નેટવર્ક વધારવા માટે ગયા વખતે જે 258 કરોડની રકમ ફાળવાઇ હતી તેમાં થોડુ કામ થઇ ગયું છે અને આ વખતે વધુ બજેટ ફાળવાશે, એવી જ રીતે વોટર વર્કસના કામો માટે પણ વધુ રકમની ફાળવણી થશે. 2025-26ના બજેટમાં ફરીથી પાયલોટ બંગલાથી પંચવટી ગૌરવ પથ તેમજ ટાઉનહોલથી સાતરસ્તા લાઇટીંગની પણ વાતો કરવામાં આવશે, કેટલાક માર્ગને સુશોભીત કરાશે તેવી વાત આ બજેટમાં કરી દેવામાં આવશે. સુભાષ માર્કેટ, સ્મશાન  અને સ્પોર્ટસ કોમ્પલેક્ષ આ ત્રણ મુખ્ય પ્રોજેકટ કેટલાય વર્ષથી બજેટમાં દશર્વિવામાં આવે છે.


કોર્પોરેશનના બજેટમાં અનેક પ્રોજેકટો એવા છે કે જે કેટલાય સમયથી દશર્વિવામાં આવે છે, પરંતુ તેનું અમલીકરણ કરવામાં આવતું નથી, શહેરના વિકાસ માટે થોડો ટેકસ નાખીશું તેવું બજેટ હાલ તો સ્ટે.કમિટીમાં રજૂ થશે, કદાચ મીલ્કત વેરામાં 10 થી 15 ટકાનો વધારો, વોટર ટેકસમાં 10 ટકા જેવો વધારો સુચવાય તેવી શકયતા છે, પરંતુ પાછળથી કદાચ વેરો કાઢી નાખવામાં આવે, પરંતુ આ વખતે મ્યુ.કમિશ્નર થોડા ઘણા વેરા લઇને જર આવશે અને લોકોને પણ થોડો આકરો બોજ સહન કરવો પડશે.


કેટલાય સમયથી વાત થાય છે કે જામનગરના તમામ વિસ્તારોમાં અમે સીટી બસની સેવા પહોંચાડીશું, પરંતુ હજુ સુધી સીટી બસ સેવા ગોકળ ગાયની ગતિએ ચાલે છે, થોડી ઘણી બસો જ ચાલે છે, ડીઝલની કેટલીક બસો ધુળ ખાય છે, આવા સમયે શહેરના લોકોની સુખાકારી માટે તાત્કાલીક વધુ બસ ફાળવવાની જર છે. વસ્તી વધી છે, પરંતુ ત્રીજુ સ્મશાન હજુ થયું નથી, કેટલાક બિલ્ડરોના કારણે જે જગ્યાએ આ સ્મશાન બનાવવાનું હતું તે વાત ખોરંભે પાડી દેવામાં આવી છે, આ વખતેના બજેટમાં ફરીથી સ્મશાનની વાત લેવામાં આવશે, પરંતુ તેનું અમલીકરણ ખુબ જ જરી છે.


એક વર્ષ બાદ જામનગર મહાપાલિકાની ચૂંટણી પણ આવે છે એટલે વધુ કોઇ નવા કરવેરા નવા બજેટમાં નહીં આવે એવું જણાય છે, હાલમાં તો બજેટ બનાવવાની પ્રક્રિયામાં અધિકારીઓ વ્યસ્ત છે, જામનગર શહેરના કેટલાક માર્ગો ઉપર હવે ડામર-કાર્પેટની જર છે તેની રકમ કદાચ આ બજેટમાં ફાળવવામાં આવશે, ખાસ કરીને સરકારે મંજુર કરેલો ા.600 કરોડનો રિવરફ્રન્ટ પ્રોજેકટનું કામ અને માપણી પુરી થઇ ચૂકી છે, હવે ગેરકાયદેસર બાંધકામો હટાવવાની પ્રક્રિયા ચાલું છે ત્‌યારે આ વર્ષમાં આ પ્રોજેકટ જો શ થઇ જાય તો જામનગરને એક નવલું નઝરાણું મળી શકે. એની જેમ જ ા.35 કરોડના ખર્ચે રણમલ તળાવ બ્યુટીફીકેશન ભાગ-2નું કામ શ થયું છે, આ પ્રોજેકટ પણ ઝડપથી થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.


કોર્પોરેશન દ્વારા અવારનવાર નવા બનાવાયેલા રસ્તાને ખોદી નાખવામાં આવે છે, ત્યારબાદ યોગ્ય પેચવર્ક કરવામાં આવતું નથી, આ વખતેના બજેટમાં રોડ સર્ફેસીંગ, ડામર રોડ, સીસી રોડના કેટલા કામો મંજુર થાય છે તે જોવાનું રહ્યું, ખાસ કરીને લગભગ સાતેક વર્ષથી શહેરની મઘ્યમાં આવેલી રાજાશાહી વખતની સુભાષ શાક માર્કેટ પાડીને નવી બનાવીશું તેવી વાતો દર વખતે કરવામાં આવે છે, ખાવા-પીવાના શોખીન લોકો માટે જામનગરમાં રાત્રી બજાર શ થશે તેવી ગુલબાંગો ફેંકવામાં આવે છે ત્યારે આગામી મહીનાના અંતમાં મ્યુ.કમિશ્નર સ્ટે.કમીટી સમક્ષ કેટલા કરવેરાવાળુ બજેટ મુકશે તેના ઉપર સૌની નજર છે. બાકી આ બજેટમાં એવો કોઇ ખાસ વધારો થાય તેવું દેખાતું નથી, ા.1500 કરોડથી વધુ રકમનું આ બજેટ પ્રથમ વખત મોટા કદનું હશે, ટુંકમાં આ વખતેનું બજેટ અત્યાર સુધીના બજેટ કરતા વધુ રેકોર્ડબ્રેક રકમ દશર્વિતું બજેટ હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application