વાડીપ્લોટના શૌચાલય અને યુરીનલ બહાર અસહ્ય ગંદકી ફેલાઈ છે.
વાડીપ્લોટ શાકમાર્કેટ પાસે આવેલા બગીચામાં શૌચાલય અને યુરીનલ બહાર અસહ્ય ગંદકી ફેલાઈ છે,ગાર્ડનમાં રમવા આવતા બાળકોને આ ગંદકીને લીધે રમી શકતા નથી,એક બાજુ અત્યારે તાવ,શરદી,ઉધરસનું વાયરલ ઇન્ફેકશન ફેલાઈ રહ્યું છે,તેવામાં બાળકો ફ્રેશ થવા માટે ગાર્ડનમાં રમવા આવે છે,પરંતુ આ ગંદકીને લીધે મરછર સહિત જીવજંતુના ઉપદ્રવને લીધે તે રમી શકતા નથી,ઉલટાના તે ડેન્ગ્યુ,મેલેરિયા જેવા રોગનો ભોગ બને છે.સ્થાનિક રહેવાસીઓ સહિત વેપારીઓ આ ગંદકીને લીધે હેરાન-પરેશાન છે.તેથી પાલિકાએ વહેલીતકે અહી સફાઈ અભિયાન હાથ ધરવું જોઈએ,જેથી બાળકો ગાર્ડનમાં છુટથી રમી શકે.
એક બાજુ પોરબંદર નગરપાલિકાનું તંત્ર શહેરમાં વ્યવસ્થિત રીતે સફાઈ કરવામાં આવતી હોવાના દાવા કરી રહ્યું છે,બીજી બાજુ અનેક વિસ્તારો એવા છે કે,જેમાં ગંદકીએ માઝા મુકી દીધી છે અને ક્યાંક તો સફાઈ કર્મચારીઓ જ નગરપાલિકાના સત્તાધીશોને ઉંધા ચશ્મા પહેરાવીને સાફ સફાઈ કરતા હોવાનું જણાવી રહ્યા હોય તેવું વાડીપ્લોટની શાકમાર્કેટ પાસે જણાઈ રહ્યું છે.
અહીંયા જાહેર શૌચાલય અને યુરીનલની ગંદકી તેની બહાર ફેલાઈ ગઈ છે અને તેના કારણે શાકભાજી લેવા આવતા લોકોને પણ નાકે રૂમાલ દઈને આવું પડે છે. નગરપાલિકાના આ ગાર્ડનમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે મહત્વની બાબત એ છે કે જ્યાં સ્વચ્છતા સર્વેક્ષણનું બોર્ડ મારવામાં આવ્યું છે તેની નીચે જ ચારે બાજુ બાથમની ગંદકી અને મોટી માત્રામાં કચરો જોવા મળે છે અને આ પરિસ્થિતિ છેલ્લા એક મહિનાથી યથાવત છે. નિયમિત રીતે સફાઈ થતી હોય તો એક એક મહિનાથી આ રીતે ગંદકી કઈ રીતે ફેલાઇ? તેવો સવાલ અહીંયા આ દ્રશ્યો જોતા ઉઠવા પામ્યો છે અને નગરપાલિકાના સેનીટેશન વિભાગે પણ હવે સફાઈ સૈનિકોને કામે લગાડીને અહીંયા મહાસફાઈ અભિયાન હાથ ધરવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech