એ દિવસો હવે દુર નથી કે જયારે નૌકાદળના વિમાનવાહક જહાજો આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ વિક્રમાદિત્ય પરથી દુશ્મનોના છક્કા છોડાવી દે તેવા અધતન ૨૬ રાફેલ સમુદ્રી જેટ ઉડાન ભરશે. આ સ્વપન નજીકના ભવિષ્યમાં સાકાર થવા જઈ રહ્યું છે, જો બધું સરખું પર ઉતયુ તો વર્ષના અતં સુધીમાં રાફેલ ની સમુદ્રી ગર્જના સંભળાશે, અને ચીન તેમજ પાકિસ્તાન ની ઐંઘ હરામ થઈ જશે.જે માટે કાલે મહત્વની બેઠક યોજવા જઇ રહી છે જે માટે ઉચ્ચ સ્તરીય ફ્રેન્ચ ટીમ ભારતમાં આવી પહોચી છે.
નોંધનીય છે કે ફ્રાન્સે ડિસેમ્બરમાં જ ભારતીય નૌકાદળના વિમાનવાહક જહાજો આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ વિક્રમાદિત્ય માટે ૨૬ રાફેલ સમુદ્રી જેટ ખરીદવાના ભારતના ટેન્ડરને પોતાનો પ્રતિસાદ સબમિટ કર્યેા હતો.
રાફેલને લઈને ભારત અને ફ્રાન્સ વચ્ચે બીજી ડીલની તૈયારી ચાલી રહી છે. બંને દેશ ૫૦ હજાર કરોડ પિયાના ૨૬ રાફેલ સી જેટ ડીલ માટે વાટાઘાટો શ કરવાના છે. ૩૦મી મેના રોજ એક ઉચ્ચ સ્તરીય ફ્રેન્ચ ટીમ વાતચીત માટે ભારત આવશે. જે બાદ બંને દેશોના અધિકારીઓ ડીલના કોન્ટ્રાકટ પર વાતચીત શ કરશે.
આ કરારનો ઉદ્દેશ્ય ભારતીય નૌકાદળના એરક્રાટ કેરિયર્સ માટે ફાઇટર એરક્રાટની સપ્લાય કરવાનો છે. સંરક્ષણ ઉધોગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ફાઇટર જેટ ડીલ પર સત્તાવાર વાટાઘાટો કરવા ફ્રેન્ચ પક્ષ તેમના સંરક્ષણ મંત્રાલયના સમકક્ષોને મળશે. ફ્રેન્ચ ટીમમાં ફ્રાન્સના સંરક્ષણ મંત્રાલય અને ઉધોગના અધિકારીઓનો સમાવેશ થશે, જેમાં મૂળ સાધનસામગ્રી ઉત્પાદકો ડસો એવિએશન અને થેલ્સનો સમાવેશ થાય છે. તે જ સમયે, ભારત તરફથી, સંરક્ષણ અધિગ્રહણ વિંગ અને ભારતીય નૌકાદળના સભ્યો વાટાઘાટોમાં ભાગ લેશે. જો સરકારી સૂત્રોનું માનીએ તો ફ્રાન્સ સાથે વાટાઘાટોને અંતિમ સ્વપ આપવા અને આ નાણાકીય વર્ષના અતં સુધીમાં કરાર પર હસ્તાક્ષર કરવાના પ્રયાસો કરવામાં આવશે.
INS વિક્રાંત અને વિક્રમાદિત્યને તૈનાત કરાશે
ફ્રાન્સે ડિસેમ્બરમાં જ ભારતીય નૌકાદળના એરક્રાટ કેરિયર્સ આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ વિક્રમાદિત્ય માટે ૨૬ રાફેલ સમુદ્રી જેટ ખરીદવાના ભારતના ટેન્ડરને જવાબ આપ્યો હતો. ભારત સરકારે ફ્રેન્ચ દરખાસ્તનું સંપૂર્ણ મૂલ્યાંકન કયુ છે, જેમાં એરક્રાટ માટે વ્યાવસાયિક દરખાસ્તો અને અન્ય કરારની વિગતોનો સમાવેશ થાય છે. હવે ભારતીય અને ફ્રેન્ચ અધિકારીઓ વચ્ચે કઠિન વાટાઘાટોની અપેક્ષા છે, કારણ કે આ સોદો સરકાર–થી–સરકાર કરાર છે. નૌકાદળના વડાએ તેમની ટીમને એરક્રાટના ઝડપી અંતિમીકરણ અને ઇન્ડકશનને સુનિશ્ચિત કરવા પ્રોજેકટ સમયરેખાને વેગ આપવાનો નિર્દેશ આપ્યો છે.
રાફેલ સી જેટની ખાસિયત
રાફેલ સી જેટ એક મિનિટમાં ૧૮ હજાર મીટરની ઉંચાઈ સુધી પહોંચી શકે છે. આ વિમાન પાકિસ્તાન પાસે ઉપલબ્ધ –૧૬ અથવા ચીન પાસે ઉપલબ્ધ –૨૦ કરતાં ઘણું સાં છે. આ એરક્રાટની રેન્જ ૩૭૦૦ કિલોમીટર છે. તે તેની લાઇટના સ્થળથી કોઈપણ અંતરે હત્પમલો કરી શકે છે અને પરત ફરી શકે છે. રાફેલની જેમ આ વિમાનમાં પણ હવામાં ઈંધણ ભરવાની ક્ષમતા છે. તેની ડિઝાઇન રાફેલથી થોડી અલગ છે. રાફેલ મરીન જેટનું કદ રાફેલ કરતા નાનું છે. આ એરક્રાટને ખાસ કરીને એરક્રાટ કેરિયર વોરશિપ માટે તૈયાર કરવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech