આજે અખાત્રીજ અને ચોથના દિવસે ખેડુતોએ વાવણી કાર્યની તૈયારી શરૂ

  • April 30, 2025 04:56 PM 


ચોમાસાની શરૂઆત ધીમે-ધીમે થવાની છે ત્યારે આજે અખાત્રીજ અને ચોથ સાથે હોવાથી ખેડુતોએ પોતાના ઓજારો સજાવ્યા છે, નવું વર્ષ સારૂ​​​​​​​ અને શુભદાયી નિવડે તે માટે ખેડુતોએ ભગવાનને પ્રાર્થના કરી છે, ગામડાઓમાં હર્ષનો માહોલ છે, સોના, ચાંદીના ભાવ વધી જવાથી ખરીદીનો માહોલ ઘટયો છે અને આજે દાન, ધર્મનો મહીમા પણ ખુબ જ છે, આજે ચોથનો ભાગ હોવાથી સપડાના ગણેશ મંદિરમાં ગણેશ ભકતોની ભારે ભીડ જોવા મળી હતી. 


અખાત્રીજના દિવસે સામાન્ય રીતે ખેડુતો પોતાના ઓજારો અને બળદને શણગારે છે અને ધીરે-ધીરે વ‚ણ દેવને પ્રાર્થના કરીને નવું વર્ષ સા‚ જાય તે માટે વિનંતી કરે છે, ખેડુતોના ઘેર આજે લાપસીના આંધણ મુકાયા છે, ખાસ કરીને ગામડાઓમાં અખાત્રીજનું ખુબ જ મહત્વ છે ત્યાં પશુઓને ઘાસચારો, ઉપરાંત દાન-ધર્મનો મહીમા પણ ખુબ જ હોય છે. કાલાવડ, ખંભાળીયા, ધ્રોલ, જોડીયા, ફલ્લા, સલાયા, લાલપુર, ભાણવડ, દ્વારકા, ઓખા, રાવલ, કલ્યાણપુર, જામજોધપુર સહિતના ગામોમાં અખાત્રીજની ખેડુતો હરખભેર ઉજવણી કરી રહ્યા છે. 


જામનગરની સોની બજારમાં સોનાના ભાવ રૂ​​​​​​​.૧ લાખ આસપાસ હોય ગયા વર્ષ કરતા આ વર્ષે ખરીદી ઓછી શરૂ​​​​​​​ થઇ છે, સોની લોકોને આશા છે કે, ધીરે-ધીરે બપોર બાદ ખરીદીનો માહોલ થશે. ખાસ કરીને આજે અખાત્રીજના દિવસે સોનુ લેવાથી ઘરમાં રિઘ્ધિ-સિઘ્ધિ આવે છે, પરંતુ સોનાના ભાવ એટલા બધા છે કે, સામાન્ય લોકોને ખરીદી કરવી ખુબ જ મોંઘી પડે છે. 
​​​​​​​

આજે ચોથનો ભાગ હોવાથી સપડાના ગણેશ મંદિરમાં વ્હેલી સવારના ૬ વાગ્યાથી ગણેશ ભકતોએ ગણપતિ દાદા મોરીયાના નાદ સાથે સપડેશ્ર્વરને નમન કર્યા હતાં, આજુબાજુના અલીયાબાડા, ખીમરાણા, મતવા, મોટી માટલી, વિજરખી, જામનગર સહિતના ગામોમાંથી ભકતો આવ્યા છે, બપોરે મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જયારે ગણેશ ભકતોએ આજે ગણપતિને પ્રિય લાડુનો પ્રસાદ પણ ધરાવ્યો છે. કેટલાક લોકોના ઘેર આજે ગણેશજીની પુજા વ્હેલી સવારથી કરવામાં આવી હતી અને સિંદુર ચોપડીને ગણેશજીની પુજા કરવામાં આવી હતી. આમ અખાત્રીજ અને ગણેશ ચોથ સાથે હોવાથી હાલારમાં ભકિતભાવ ભેર વાતાવરણ જોવા મળ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application