ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ કે જે હાલ નોલેજ કોન્સોટિયમ ઓફ ગુજરાત અમદાવાદ ઓફિસ પર કચેરી આવેલ છે અને ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગર હેઠળ કાર્યરત છે.
રાજ્ય સરકારની 15 સ્ટેટ કન્વેન્શનલ યુનિવર્સિટીઓ માટે સ્નાતક તથા અનુસ્નાતક અભ્યાસક્રમોના પ્રવેશ અંગેની કાર્યવાહી શૈક્ષણિક વર્ષ 2024-25 થી પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવીને એડમિશન લેવાની કામગીરી ચાલી રહી છે. નવા શૈક્ષણિક સત્ર માટે કોલેજોમાં એડમિશન લેવા આ પોર્ટલ પર રજીસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ છે.
કુલપતિ ઉત્પલ જોશીના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળની કુલ 289 કોલેજો તથા કેમ્પસ સ્થિત 29 અનુસ્નાતક ભવનોમાં કુલ 46 સ્નાતક તથા અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.
ફોર્મ ભરવાની તથા વેરિફિકેશનની કાર્યવાહી પુરી કરવાની છેલ્લી તારીખ આજે છે. ત્યારબાદ પ્રવેશ યોગ્યતાના આધારે વિદ્યાર્થીઓએ ચોઇસ ફીલિંગ કરેલ હશે તે મુજબ પ્રવેશ અંગેની કાર્યવાહી થશે.
જે વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વિવિધ અભ્યાસક્રમોમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રમાં તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોઈપણ કોલેજમાં જઈ રજીસ્ટ્રેશન ફોર્મ તથા વેરીફીકેશનની કામગીરી વિનામૂલ્યે કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech