ગુજરાતના આરોગ્યકર્મીઓએ વિવિધ માગણીઓને લઈને ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. આજે તેઓની હડતાળનો આઠમો દિવસ છે. આરોગ્ય કર્મચારીઓ નમતુ જોખવા તૈયાર ન હોય તેમ એકત્ર થઈ સરકાર વિરૂદ્ધ મોરચો માંડ્યો છે. આરોગ્ય વિભાગે એસ્મા લાગુ કર્યો હોવા છતાંય આરોગ્ય કર્મચારીઓ અડગ રહ્યાં છે. આજે 33 જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગરમાં ધામા નાખી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આરોગ્ય સંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી ગયા છે. ધીમે ધીમે જિલ્લાભરમાંથી આરોગ્યકર્મીઓનું આગમન શરૂ થઇ ગયું છે. તો બીજી તરફ પોલીસ પણ એલર્ટ મોડમાં છે.
આ આરોગ્ય કર્મીઓની મુખ્ય માંગણીઓમાં ટેક્નિકલ કૌશલ્ય આધારિત પગારધોરણ લાગુ કરો, ખાતાકીય પરીક્ષા રદ કરો, ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો આઠમો દિવસ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી.
આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ પેમાં સુધારો કરવા, ટેકનિકલ ગ્રેડ પેનો સમાવેશ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવા માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પાડી છે. હડતાળને એક સપ્તાહ થવા આવ્યું છે ત્યારે આરોગ્ય વિભાગે આંદોલનકારી કર્મચારીઓને આખરી અલ્ટીમેટમ આપ્યું છે.
આરોગ્ય કર્મીઓની હડતાળને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આંદોલન કરનારાને હડતાળ સમેટી લેવા ચીમકી આપી હતી. આ ચીમકીમાં તેમણે ઘણી બધી સૂફિયાણી વાતો કરી હતી. પરંતુ બે વાત ઘણી મહત્ત્વની છે. આરોગ્ય કર્મીઓની વિવિધ માંગ મુદ્દે ઋષિકેશ પટેલનું કહેવું છે કે, આરોગ્યકર્મીઓની બધી માંગ વહીવટનો વિચાર કર્યા વગર સ્વીકારી ના લેવાય, ટેક્સનો પૈસો રાજ્યની તિજોરીમાં આવતો હોય ત્યારે લોકોની સુખાકારીમાં અને લોકોની સગવડો માટે એ પૈસો વપરાવવો જોઈએ. તેમનો બીજો મુદ્દો એ છે કે, આરોગ્યકર્મીઓની હડતાળથી નાગરિકો મુશ્કેલીમાં મૂકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના વંથલી રેલવે ક્રોસિંગ પાસે અકસ્માત થતા લોકો પાયલોટનું કમકમાટી ભર્યું મોત
March 27, 2025 06:31 PMચૈત્રી નવરાત્રિમાં કરો આ અસરકારક ઉપાયો, મા દુર્ગા તમારા ઘરને ખુશીઓથી ભરી દેશે
March 27, 2025 05:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech