જામનગરમાં દેરાવાસી જૈન સમાજની આજે સંવત્સરી: મિચ્છામી દુકકડમ

  • September 10, 2021 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સવારથી જ દેરાસરોમાં પૂજા, દર્શન, આચાર્યના વ્યાખ્યાન, પ્રતિક્રમણ તથા ક્ષમાપના સહિતના ધાર્મિક કાર્યક્રમો: સવારે સમુહ પારણાં: કાલે બપોરે સમુહ ભગવાન તથા તપસ્વીઓનો વરઘોડો

જામનગરમાં જૈન સમાજ દ્વારા ગત શુક્રવારથી પર્યુષણ પર્વનો પ્રારંભ થયો હતો અને આજના અંતિમ દિવસે સંવત્સરી ક્ષમાપના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગરના વિશા શ્રીમાળી મૂર્તિપૂજક દેરાવાસી સંઘ દ્વારા આજે સવારથી જ ધાર્મિક કાર્યક્રમોની સાથે આવતીકાલે તપસ્વીઓના સમુહ પારણા તથા બપોરે વરઘોડાની તડામારી તૈયારીઓ ઉત્સાહભેર આરંભવામાં આવી છે.

જામનગર વિશા શ્રીમાળી મૂર્તિપૂજક દેરાવાસી સંઘ દ્વારા પર્યુષણ પર્વે દરરોજ આચાર્યોના વ્યાખ્યાન, પૂજા, દર્શન, ભગવાનની આંગી, ભાવના સહિતના વિવિધ અર્ચન કરી પ્રભુની ભક્તિ કરી હતી, આજે અંતિમ દિવસે સંવત્સરી ક્ષમાપના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે, સવારથી દેરાસરોમાં જૈન સમાજ દ્વારા દર્શન, પૂજા, આચાર્યના પ્રવચનોનું શ્રવણ કરશે, તેમજ સર્વજીવ પર પરોપકારની ભાવના વ્યક્ત કરતા બપોરે સંવત્સરી પ્રતિક્રમણ કરશે.

જ્યારે બપોર બાદ સંવત્સરી પ્રતિક્રમણની સાથે મૂર્તિપૂજક દેરાવાસીઓ દ્વારા મિચ્છામી દુક્કડમ કરી ક્ષમાપના કરશે, ત્યારબાદ આવતીકાલે સવારે તપસ્વીઓના સમુહ પારણાં યોજવામાં આવશે, બપોર બાદ શહેરના ચાંદીબજારથી સમુહ ભગવાન તેમજ તપસ્વીઓનો વરઘોડો નીકળશે, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઇ પુન: ચાંદીબજાર પહોંચશે. જૈન સમાજમાં આજના અને આવતીકાલના દિવસના ધાર્મિક કાર્યક્રમો સંદભે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application