આજે શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો 544 મો પ્રાગટ્ય મહોત્સવ

  • May 07, 2021 11:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય સંસ્કૃતિ અને ધર્મ ઉપર ભયંકર આફતો હતી તેમજ માયાવાદીઓનું વર્ચસ્વ હતું ત્યારે માયાવાદનું ખંડન કરી શુદ્ધદેત બ્રહ્મવાદનું સ્થાપન કરનાર શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો આજે 544મો પ્રાગટ્ય મહોત્સવ દેશભરમાં વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓના ઘરે-ઘરે પૂજા-અર્ચના સાથે ઉજવાઈ રહ્યો છે.

છેલ્લા બે વર્ષથી કોરોનાના સંક્રમણે દરેક ધર્મના સંપ્રદાયની ઉજવણીઓને ફીક્કી પાડી દીધી છે, મંદિરોમાં ઉજવાતા પ્રાગટ્ય મહોત્સવોને પણ બ્રેક લાગી ગઈ છે. દર વર્ષે અગિયારસના પવિત્ર દિવષે વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા શ્રદ્ધા અને આસ્થાપૂર્વક ધામધૂમથી પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

આ વર્ષે કોરોનાની બીજી લહેરને લીધે દરેક મંદિરો, મહાપ્રભુજીની બેઠકો સદંતર ભાવિકો માટે બંધ છે, મંગળા આરતીથી લઈને શયન આરતી સુધીના કાર્યક્રમો પૂજારીઓ દ્વારા જ ભાવિકોની ઉપસ્થિતિ વિના કરવામાં આવી રહ્યાં છે.અત્રે ઉલ્લેખનિય છે કે, શ્રીમદ્ વલ્લભાચાર્યનો જન્મ વિ.સં.1535, ચૈત્રવદ એકાદશીના રોજ મધ્ય પ્રદેશ (હાલના છત્તીસગઢ) રાજ્યના રાયપુર નજીક આવેલા ચંપારણ ગામ ખાતે થયો હતો. ગુજરાતના મહાન કવિ નાનાલાલ શ્રીમદ્ વલ્લભાચાર્યજીના વખાણ કરતાં કહે છે કે, ભારતની ભિષણ રાત્રિમાં શ્રી વલ્લભનું ચંદ્ર સ્વપે ઉદય કહી ખૂબ પ્રસંશા કરી છે. ભારતની ધાર્મિક ભૂમિમાં મહાપ્રભુજીનું મોટું પ્રદાન છે.

જામનગરમાં મહાપ્રભુજીની બેઠક, મોટી હવેલી, નાની હવેલી દ્વારા શ્રીમદ્ વલ્લભાચાર્યના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી ખૂબ જ શ્રદ્ધા-આસ્થાપૂર્વક હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં દર વર્ષે ચૈત્ર વદ અગિયારસના પવિત્ર દિવસે કરવામાં આવે છે.આ વર્ષે વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા  ઘરે બેસીને પૂજા-અર્ચના કરીને ઉજવણી કરવામાં આવી છે. ઠાકોરજીને આજના પવિત્ર દિવસે અનુયાયીઓ દ્વારા આ કોરોનાની મહામારીમાંથી સમગ્ર દેશને મુકત કરવામાં આવે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS