જાડેજા પરિવાર માટે નકારાત્મક છાપ ઉભી કરનારાઓએ ઇતિહાસ તપાસવો જરી: લોકોને થતા અન્યાય સામે પણ આપી હતી લડત: શ્રવણ બંગલે યોજતા હતા અદાલત: મણીયારાની સંસ્કૃતિને વિશ્ર્વભરમાં પહોંચાડવામાં આપ્યુ હતુ અમૂલ્ય યોગદાન: કલા અને કલાકારોને હમેશા આપતા હતા પ્લેટફોર્મ: ‘ભાઇ’ની યાદ આજે પણ હજારો પોરબંદરવાસીઓના દિલમાં રહી છે અકબંધ આજકાલ પ્રતિનિધિ
પોરબંદર
સમાજ માટે હાથમાં હથિયાર ઉઠાવનાર સરમણ મુંજા જાડેજાની આજે ૩૮મી પુણ્યતિથિ છે ત્યારે વારે વારે જાડેજા પરિવાર માટે નકારાત્મક છાપ ઉભી કરનારાઓએ ઇતિહાસ તપાસવો જરી બન્યો છે.
જાડેજા પરિવારે આપી માહિતી
ગાંધીભૂમિને ‘ગેંગવોરની ભૂમિ’ ગણાવીને અને ગુંડાગીરીના મુળમાં જાડેજા પરિવાર છે તેવી વારંવાર નકારાત્મક છાપ ઉભી કરીને લોકોના માનસપટને બદલાવવાનો પ્રયાસ અવાર-નવાર થયો છે પરંતુ ગુંડાગીરીના મુળમાં જાડેજા પરિવારને હથિયાર શામાટે ઉઠાવવા પડયા? તે અંગે ભાગ્યે જ કોઇ સાચી હકીકત જાહેરમાં સ્વીકારાતી હોય છે. મહેર જવાંમર્દ સરમણ મુંજા જાડેજાની આજે ૩૮મી પૂણ્યતિથિ છે ત્યારે તેમને શબ્દાંજલી અને શ્રધ્ધાંજલીપે ‘આજકાલ’ના વાચકો માટે જાડેજા પરિવારના સભ્યો તેમના પુત્રો કાંધલભાઇ જાડેજા સહિત પરિવારજનો દ્વારા મેળવેલી માહિતી પ્રમાણે અત્રે પ્રસ્તુત છે. જેમાં જાડેજા પરિવારની ખમીરી, દિલેરી, શૌર્યતા પ્રગટ થઇ છે.
મીડિયા માફિયાઓએ કર્યો નકારાત્મક પ્રચાર
પોરબંદરમાં જાડેજા પરિવાર વિશે નકારાત્મક પ્રચાર વર્ષોથી થતો આવ્યો છે પરંતુ તેની સાથોસાથ સત્ય હકીકત પણ સામે આવવી જોઇએ અને સૌએ સ્વીકારવી જોઇએ. દરેક માણસની બે બાજુઓ હોય છે સારી અને નરસી પોરબંદરના સરમણભાઇ જાડેજા અને તેમના પરિવાર વિશે વર્ષોથી નકારાત્મક પ્રચાર થતો આવ્યો છે અને જેમ જેમ તેમનો નકારાત્મક પ્રચાર થતો ગયો તેમ તેમ આ પરિવાર વધુ મજબુત એટલા માટે બન્યો છે કે, લોકો સાચું સમજે અને જાણે છે. જાડેજા પરિવારના સભ્યોને ગેંગલીડરથી માંડીને ગોડમધર સુધીના ઉપનામો આપીને પોરબંદર બહારના મીડીયાએ બેફામપણે નકારાત્મક પ્રચાર કર્યો છે પરંતુ હકીકતે દરેક સિક્કાની બે બાજુની જેમ સારી બાજુની કદર કરવી જ જોઇએ. અને પોરબંદરને ગુંડાગીરીના નામે બદનામ કરનારાઆએ સાચી માહીતી પણ મેળવવી જોઇએ.
સરમણભાઇ જાડેજાનું બચપન
મુળ કડછના મુંજાભાઈ જાડેજા અને જીવીબેનના ચાર પુત્રોમાં બીજા નંબરના પુત્ર સરમણ બાળપણથી જ લડાયકવૃત્તિ અને અન્યાય સામે ઝઝુમવાની તથા ન્યાય અપાવવાની નીતિને કારણે તેઓ અગ્રેસર રહ્યા હતા. બીજાને મદદપ બનવાની ભાવના તેમના માતુશ્રી જીવીમાએ સંસ્કારમાં જ આપી છે નાના હતા ત્યારે માતા જીવીમા ‘દિકરા કોઇનો માળો ન વીખતો’તેમ જણાવીને બીજાને મદદપ બનવાની વાર્તાઓ કરતા હતા અને તેી જ બાળપણી જ સેવાના સંસ્કારો ધરાવતા સરમણભાઈ બાળપણમાં પણ કોઇનું દુ:ખ નહિ જોઇ શકતા નહીં અને તેથી જ તેઓ હંમેશા માતા-પિતાના સંસ્કારો ઉપર આગળ વધ્યા હતા અને જરીયાતમંદો હાથ લંબાવે તે પહેલા જ તેને મદદપ બનવાની ભાવના ધરાવતા હતા. મા ની શીખામણ અને સંસ્કારો વારસામાં મળ્યા હોવાથી તે આજીવન પોતાના જીવનમાં ઉતાર્યા હતા.
વાઘેરો દ્વારા ગુજારવામાં આવતો હતો ત્રાસ
જાડેજા પરિવાર દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે એક સમય એવો હતો કે પોરબંદરમાં મહેરોને રીતસરનો અન્યાય થતો હતો. મહેર યુવાનો જ્યારે મુછો મરડીને બહાર નીકળતા ત્યારે બારાડી પંથકમાંથી આવેલા વાઘેરો દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હતો. કેટલાક એવા ચોંકાવનારા કિસ્સાઓ બન્યા હતા કે મુછાળા મહેર યુવાનોને વાઘેર દ્વારા પકડીને દાદાગીરીથી વાણંદની દુકાને બેસાડી દેવામાં આવતા એટલું જ નહીં, પરંતુ તેની અડધી મુછો મૂંડી નાખવા સહિત માથામાં પણ મુંડન કરીને અપમાનિત કરવામાં આવતા હતા.આવી પરિસ્થિતીને નજરોનજર નિહાળીને મહેરોનું લોહી ના ઉકળે તો જ નવાઈ !
અન્યાય સામે ઉકળ્યુ લોહી
મહેર યુવાનોની લાચાર અને નિ:સહાય સ્થિતિ જોઇને ખમીરવંતા સરમણભાઈ જાડેજા અને તેના ભાઇ અરજણભાઇ જાડેજા સહિત ભુરાભાઇ જાડેજાએ નક્કી કર્યું કે તેઓના સમાજને થતા અન્યાય સામે કોઈપણ ભોગે લડશે અને સમાજને ન્યાય અપાવીને જ રહેશે. સૌ કોઇને જીવવાનો અધિકાર છે. પોત-પોતાના સમાજ પ્રત્યેનું ગૌરવ દરેકને હોય છે પરંતુ આ રીતે કોઇના સમાજને નીચો પાડીને તેના યુવાનો ઉપર અત્યાચાર કરવામાં આવે તે હવે સહન થશે નહીં અને અમાનુષી ત્રાસ જોઇ મહેર લોહી ઉકળ્યું. ત્યારબાદ તેઓએ આ અન્યાય સામે પોતાની સ્વમાનભેર લડતનો પ્રારંભ કર્યો હતો અને તેમાં સમાજ માટે હથિયાર ઉઠાવીને ન્યાય અપાવ્યો હતો. પોરબંદર પંથકના મહેર યુવાનોને હેરાન કરી રહેલા વાઘેરો સામે ટક્કર ઝીલીને સામીછાતીએ લડી સરમણ જાડેજા અને તેમના મોટાભાઇ અરજન મુંજા જાડેજા વગરેએ અંતે અન્યાય કરનારાઓને શાન-ભાનમાં સમજાવીને "હવે મહેર યુવાનો જાગી ઉઠ્યા છે અને આવો અત્યાચાર સહન થશે નહીં તેવી સ્પષ્ટ ચેતવણી સાથે એક પછી એક પગલા લઈને તેઓને સીધા દોર કરી દીધા હતા.
સૌને સાથે બેસાડી કરાવ્યા સમાધાન
સરમણભાઈ જાડેજાએ મહેર સમાજની જાગૃતિ માટેના પ્રયત્નો શ કરી દીધા હતા. ગામડેગામડે ફરીને સમાજની આંતરિક લડતને શાંત કરીને સૌને એકજુથ બનવા ગામેગામ બેઠકો યોજી હતી. વર્ષો જુના કટ્ટર દુશ્મનોને પણ સાથે બેસાડીને સમાધાન કરાવી વેરના વળામણા કરાવ્યા હતા. ગ્રામ્યપંથકમાં અને શહેરનો વેરવિખેર થયેલો મહેરસમાજ સરમણભાઈની હાકલથી એક બનવા લાગ્યો. તેની સાથોસાથ આંતરિક ખટપટો અને રાજકારણને સમાજમાંથી દૂર કરીને માત્રને માત્ર સમાજના વિકાસ માટે એક થવા હાકલ કરી હતી. જે કોઇ વાંધા વિરોધવાળા હતા તેઓને સાથે બેસાડીને એકતાનું મૂલ્ય સમજાવ્યું હતું અને તેમનું માનીને સૌ એક બનીને વધુ મજબુત બન્યા હતા.
મણીયારાની સંસ્કૃતિ દેશ-વિદેશમાં પહોંચાડી
એ સમયે મહેર સમાજના યુવાનોમાં દાંડીયા રાસ સહિતની અનેક કલાઓ ભરી ભરીને છલકાતી હતી પરંતુ તેને યોગ્ય દિશાસુચન અને પ્રોત્સાહન મળતા નહીં હોવાનું સરમણભાઈ જાડેજાના ધ્યાને આવતા મહેર દાંડીયારાસ માત્ર પોરબંદર કે ગુજરાતમાં જ નહીં, પરંતુ વિશ્ર્વભરમાં પ્રસિદ્ધ થાય તે માટેના ભરપુર પ્રયત્નો કર્યા હતા અને તેના પ્રતાપે મહેર મણીયારો રાસ રજુ થાય ત્યારે ધરતીથી ૬ ફૂટ ઉંચે ઠેક લેતા અને ધરાને ધ્રુજાવતા મહેર યુવાનોને નિહાળવા વિશ્ર્વના અનેક દેશોની જનતા માટે એક અનેરો લહાવો બની ગયો છે. એટલું જ નહીં, મહેર સમાજ સહિત અન્ય સમાજના લોકગાયકોને પ્રોત્સાહન મળે તે માટે ગામેગામ લોકડાયરાના આયોજન કરીને કલાકારોને બિરદાવવા તથા આગળ વધવા માટેની પ્રેરણા આપવા માટે પણ સરમણભાઈ જાડેજા અને તેમના સાથીદારોએ શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા હતા.
ધાણીફૂટ થતો હતો ગોળીબાર
પોરબંદરમાં એ સમયે વાઘેરો સામે ટક્કર ઝીલીને સરમણ મુંજા સહિત જાડેજા બંધુઓએ મહેર સમાજને ન્યાય અપાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે પોરબંદરમાં એવી પરિસ્થિતી ઉભી થઈ કે સૌ કોઈને પોતાનું વર્ચસ્વ જમાવવું હતું અને તેના કારણે એ સમયે જુદી જુદી ગેન્ગો અસ્તિત્વમાં આવી. ૧૯૭પ ી ૧૯૮પ સુધીનો સમયગાળો એવો હતો કે અનેક ખૂનો ઇ જતા હતા.બંદુકની ગોળીઓની વારંવાર રમઝટ બોલતી હતી. શહેરમાં લોહીની નદીઓ વહેતી હોય તેવી અનુભૂતિ તી હતી. અલગ-અલગ ગેંગો વચ્ચે વાત-વાતમાં ધડબડાટી બોલતી હતી અને સુદામાપુરીને શિકાગોનું ઉપનામ મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન પોરબંદરમાં અનેક નામ એવા પણ હતા કે જેનાી અનેક લોકો ધ્રુજી ઉઠતા હતા પછી એ છેવાડાના માણસોને મદદ કરવાની ભાવના ધરાવનારા સરમણ મુંજા હોય કે ભુરા મુંજા...અરજણ મુંજા હોય.. આવા અનેક આગેવાનો વાસ્તવમાં છેવાડાના માણસોને તન-મન-ધની તમામ પ્રકારની મદદ કરતા હતા પણ જ્યારે જ્યારે તેઓને અન્યાય તો ત્યારે તેઓ શાંત બેસતા ન હતા અને અન્યને મદદપ બનવાની ભાવના સો હયિારો ઉઠાવી લેવામાં પણ પાછીપાની ક્યારેય કરી ની અને તેથી જ તેઓને આજે પણ અશ્રુભીની આંખે સૌ યાદ કરે છે.
૨૦ ડીસેમ્બરે થયો વજ્રઘાત
પાંડુરંગ દાદા પાસે હથીયાર મૂક્યા બાદ સરમણભાઈ જાડેજાએ સમાજસેવામાં પોતાનું મન લગાવીને શાંતિથી જીવવાના પ્રયાસ કર્યા હતા. કાળમુખો ઈતિહાસ કાળી શાહીથી લખાયો છે. વાત છે ૨૦ ડિસેમ્બર ૧૯૮૬ ની. બખરલા ગામે મહેર જ્ઞાતિના પરંપરાગત દાંડીયારાસનું આયોજન મુંબઈની એક સંસ્થાના કલાકારોને સાથે રાખીને કર્યું હતું. એવા જ સમયે પરંતુ તેમની સાથે જ ફરતા બાળપણના મિત્ર એવા કાળા કેશવ અને અન્ય શખ્સોએ મહેર જવાંમર્દ સરમણ મુંજા જાડેજાની ખૂલ્લેઆમ પીઠ પાછળ બંદૂકની ગોળીઓ છોડીને પોરબંદરના ઈતિહાસને ફરી લોહીયાળ બનાવવાની સાથોસાથ મહેરસમાજના જવાંમર્દને મારી નાખીને અનેકના દિલમાં બદલાની ભાવના સળગાવી હતી. પોતાનાએ જ પતાવ્યાનો અફસોસ સૌને આક્રોશીત કરી નાખે છે. આજથી બરાબર ૩૮ વર્ષ પહેલા મહેરસમાજનો ન્યાયપ્રિય અને લોકોના દિલમાં રાજ કરતો સિતારો ખરી પડ્યો ત્યારે માત્ર મહેરસમાજના લોકોમાં જ નહીં, પરંતુ આમ પોરબંદરવાસીઓની આંખોમાંથી પણ અશ્રુનો દરિયો છલકાયો હતો. આમ, ત્રણ દાયકા પહેલા ઝળહળતા મધ્યાહને સૂર્યાસ્ત જેવો ઘાટ ઘડાયો હોય તેવી પરિસ્થિતીમાં સરમણભાઈ જાડેજાનું મોત થયું હતું અને તેના ૩૮ વર્ષ પછી પણ તેમના દ્વારા થયેલી પ્રવૃત્તિઓ, તોળાયેલો ન્યાય વગેરે આજે પણ પોરબંદરવાસીઓના દિલમાં અકબંધ છે ત્યારે તેમને સ્વભાવિક રીતે જ શબ્દાંજલી અને શ્રધ્ધાંજલી આપતા સૌ કોઇના આંખમાંથી અશ્રુઓનો સમુદ્ર છલકાઇ ઉઠે છે અને હજુ લોકો સરમણ પટેલની દિલેરી, ખાનદાની, ખુમારીને ભુલ્યા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech