હાલારમાં લગ્ન સીઝન પૂરબહારમાં:વાડી,પાર્ટી પ્લોટ, રીસોર્ટ્સ,હોટલો હાઉસફૂલ:ડીજે,કેટરર્સના ધંધાર્થીને તડાકો: દ્વારકાધીશ મંદિરે પણ આજે કાળિયા ઠાકોરનું વિશેષ પૂજન
આજે વસંતપંચમી અને વેલેન્ટાઇન ડેનો સુભગ સમન્વય થયો છે, જાણે પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિનો સમન્વય એક જ દિવસે હિન્દુ સંસ્કૃતિમાં આજના દિવસને લગ્ન માટે ઉત્તમ ગણવામાં આવ્યો છે આજના દિવસે મૂર્હત જોવું પડતું નથી.
આજે વસંતપંચમી પ્રકૃતિ પ્રેમીઓ માટે મહત્વની ર્ઋતુ એટલે વસંત ર્ઋતુ પ્રકૃતિનું સૌંદર્ય વસંત ર્ઋતુમાં સોળે કળાએ ખીલી ઊઠે છે આથી જ વસંત ર્ઋતુને ર્ઋતુઓનો રાજા કહેવામાં આવે છે આ ર્ઋતુમાં મહા મહિનાની સુદ પક્ષની પાંચમ એટલે વસંતપંચમી આ દિવસ આખોય શુભ માનવામાં આવે છે.આજે જામનગર સહિત સમગ્ર હાલારમાં અસંખ્ય વરઘોડીયાઓ આજે લગ્ન ગ્રંથિથી જોડાશે.
સમગ્ર હાલારમાં લગ્નની મોસમ પુરબહારમાં ખીલી છે,ઓખા આરંભડાથી જામ દુધઈ સુધી પાછતરથી ખરેડી કાલાવડ સુધી લગ્ન લગ્ન લગ્ન જ શરણાઈના સૂર અને ઢોલ ઢબુકતા જ જોવા મળી રહ્યા છે અસંખ્ય યુવા હૈયાઓ પ્રભુતામાં પગલાં માંડી સાંસારિક જીવનનો આરંભ કરી રહ્યા છે.
કંકોત્રી બનાવનારથી લઈને કેટરર્સ વાળા સુધીના ધંધાર્થીઓ પણ તડાકો જોવા મળી રહ્યો છે.આજે વસંત પંચમીના દિવસે જામનગર શહેરની તમામ વાડીઓ પેક થઈ ચૂકી છે.
લગ્નસરાને લીધે ફુલવાળા, ટ્રાવેલ્સ વાળા,ડીજેવાળા,મંડપ ડેકોરેશનવાળા,ગોરબાપા સહિતના બીઝી જોવા મળી રહ્યા છે તેમ જ શુભ પ્રસંગોને લીધે શહેરની જુદી જુદી હોટલો, પાર્ટી પ્લોટ પણ હાઉસફૂલ જોવા મળી રહ્યા છે.
સમગ્ર હાલારમાં ઓણ સાલ વરસાદ સારો થયો હોવાથી ખેડૂતો, ગ્રામજનો પણ ફુલ ફોર્મમાં જોવા મળી રહ્યા છે, સાથોસાથ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી રાજકીય પક્ષોના હોદેદારો,સભ્યો મતદારોની નજરમાં આવવા માટે લગ્ન પ્રસંગે હાજરી આપવાનું ચૂકતા નથી.
આજે વસંત પંચમીના પવિત્ર દિવસે યાત્રાધામ દ્વારકાના ભગવાન દ્વારકાધીશજી જગતમંદિરમાં તા.૧૪ ફેબ્રુઆરીને બુધવારે મહા સુદ પંચમીના રોજ વસંત પંચમી મહોત્સવની ઊજવણી કરાશે. આજથી વસંત ઋતુની શરૂઆત થતી હોય,પ્રકૃતિના ઉત્સવ ગણાતા વસંત પંચમી પર્વે શ્રીજીને શ્વેત વાઘા પરિધાન કરાવાશે. શ્રીજીને મસ્તકે શ્વેત કુલેર મુકુટ તથા મોરપંખની ચંદ્રિકા સહિતનો શૃંગાર યોજાશે તેમજ આંબાનું રોપણ કરાશે.
લગ્ન સીઝનને લીધે કલોથ સ્ટોર્સવાળાઓને રેડીમેડ કપડાં ખરીદીમાં ઉછાળો આવ્યો છે,શહેરની વાડીઓમાં મોડીરાત સુધી દાંડીયા રમઝટ ડીજેના તાલે જોવા મળી રહી છે.મીઠાઈ વિક્રેતાઓને ત્યાં પણ તડાકો બોલી રહ્યો છે.
આજે સમગ્ર હાલારમાં અસંખ્ય સમુહ લગ્નોત્સવ પણ યોજાઈ રહ્યા છે સમૂહ લગ્નથી સમય અને પૈસાની ઘણી બચત થાય છે, પ્રવર્તમાન સમયમાં રાજકીય વ્યક્તિઓએ કારકિર્દીને વેગ આપવા માટે સમૂહ લગ્ન ઉતમ પગથીયું બની રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાષ્ટ્રમાં 288 બેઠકોની મતગણતરી શરૂ, રહેશે મહાયુતિનું વર્ચસ્વ કે મહાવિકાસ આઘાડી બાજી મારશે?
November 23, 2024 09:04 AMધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech