આજે વિશ્વ યોગ દિવસ: ખંભાળિયામાં યોગ નિષ્ણાતો દ્વારા યોગ નિદર્શન કરાયું

  • June 21, 2021 11:17 AM 

    ભારતની પ્રાચીન સંસ્કૃતિ તથા શારીરિક રીતે ચુસ્ત બની રહેવાની એક સાધના સમાન યોગને આજે સમગ્ર વિશ્વએ અપનાવી, તેનું માનવ જીવનમાં અન્ય મહત્વ પ્રદર્શિત કર્યું છે. આ સાથે 21 જુનને સમગ્ર દુનિયાભરમાં "વિશ્વ યોગ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.

    આજરોજ સોમવારે વિશ્વ યોગ દિવસ નિમિત્તે ખંભાળિયામાં પણ જુદા જુદા સ્થળોએ ઓનલાઇન ઉજવણી કરવામાં આવી હતી. અહીંના યોગ નિષ્ણાત અને અનેક પારિતોષિકો મેળવી ચુકેલા પુનમબેન ચંદારાણા તથા એડવોકેટ ઉપેનભાઈ ચંદારાણા દ્વારા લોકો સમક્ષ ઓનલાઇન યોગ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

    આ ઉપરાંત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત 21 જુન વિશ્વ યોગ દિવસનું ખંભાળિયામાં પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગ-પ્રાણાયામ અને સૂર્ય નમસ્કારનું આયોજન કરાયું હતું. આ માટે યોગ કોચ માનસીબેન મોટાણી, અમિત ગોહેલ, રોહિતભાઈ વારા, દિપ્તીબેન સાથે મોટી સંખ્યામાં યોગ સાધકો યોગ ટ્રેનર તરીકે જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS