આજે વિશ્ર્વ સિનેમા દિવસ: પોરબંદરનો સિનેમા ઉદ્યોગ મરણ પથારીએ

  • September 20, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે ૨૦મી સપ્ટેમ્બર એટલે કે વિશ્ર્વ સિનેમા દિવસ પોરબંદરમાં હાલ તો સિનેમા ઉદ્યોગ મરણ પથારીએ છીએ અને માત્ર એક જ મલ્ટીપ્લેક્સ થિયેટર હાલમાં કાર્યરત છે. પરંતુ એક સમય એવો હતો કે પોરબંદર શહેરમાં પાંચ-પાંચ સિનેમાઘરો ધમધમતા હતા અને તેમાં લાગતી ફિલ્મોને નિહાળવા માટે માત્ર શહેરી વિસ્તારના લોકો જ નહીં પરંતુ ગ્રામ્ય પંથકમાંથી પણ વિશાળ સંખ્યામાં લોકો પોરબંદર આવતા હતા. હરિશ સિનેમા, ડ્રીમલેન્ડ સિનેમા, લિબર્ટી સિનેમા, પેરેડાઇઝ સિનેમા અને પ્લાઝા સિનેમા એમ પાંચ- પાંચ થિયેટરોમાં લાગતી ફિલ્મોને નિહાળવા રીતસરનો લોકોનો ધસારો રહેતો હતો. અત્યારના આધુનિક યુગમાં લોકો મોબાઇલમાં ઘર બેઠા ફિલ્મો નિહાળી રહ્યા છે પરંતુ સિનેમાની અંદર બેસીને ફિલ્મ જોવાની અગાઉ જે મજા હતી તે હવે ક્યાંય જોવા મળતી નથી. ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન ગણવામાં આવતા નરેશ કનોડીયા અને કોમેડી કિંગ રમેશ મહેતાના એક એક ડાયલોગ ઉપર ટોકીઝમાં લોકો રીતસરના નાચી ઉઠતા હતા અને તાળીઓના ગડગડાટ તથા સીટીઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠતું હતું ખિસ્સામાંથી સિક્કા ઉછાળીને સમગ્ર વાતાવરણને વધુ સંગીતમય બનાવી દેતા હતા. હવે એ દિવસો ક્યારેય પાછા આવશે નહીં પરંતુ જુના અનેક વડીલો એ દિવસોને વાગોળી રહ્યા છે ત્યારે સહુ પોરબંદર વાસી ફિલ્મ રસિયાઓને વિશ્ર્વ સિનેમા દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. તસ્વીરમાં એક સમયે ધમધમતા સિનેમાઘરો હાલ શોપીંગ સેન્ટર અને હોટલમાં પરિવર્તિત થઇ ગયેલા નજરે ચડે છે. તો પેરેડાઇઝ સિનેમાનું નિર્માણકાર્ય પણ દ્રષ્ટિગોચર થાય છે.(તસ્વીર:જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application