જામનગરનો બ્રાસપાર્ટ ઉદ્યોગ આજથી શ થતાં બજારો ધમધમતી થઇ: ઇલેકટ્રોનીક આઇટમ, મીઠાઇ, કપડા, ફર્નિચર, વાહનો સહિતની દુકાનો તેમજ જિલ્લાના હાપા સહિતના તમામ યાર્ડમાં જણસની આવક શ: વેપાર-ધંધા ખુલતા જ બેંકોમાં ગીરદી: સમગ્ર હાલારમાં લાભપાંચમના મુર્હુતના સોદા થયા
દિવાળીના તહેવારો બાદ બંધ રહેલા વેપાર-ધંધા આજથી ખુલી ગયા છે અને બજારો રાબેતા મુજબ શ થઇ ચૂકી છે ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે લાભપાંચમના શુભ મુર્હુતે વેપારીઓએ પોતાની દુકાન, કારખાના અને અન્ય વ્યવસાય શ કયર્િ હતાં, ખંભાળીયા, હાપા, કાલાવડ, જામજોધપુર સહિતના મુખ્ય યાર્ડો પણ આજથી શ થઇ ગયા છે અને જણસની આવક જોરદાર રહી હતી, એટલું જ નહીં ઇલેકટ્રોનીકસ આઇટમો, મીઠાઇ, કપડા, ફર્નિચર, વાહનો તથા અન્ય ધંધા-રોજગારની દુકાનો-ઓફીસો આજે સવારે શુભ મુર્હુતે ખુલી ગઇ હતી.
લાભપાંચમના શુભમુર્હુતમાં વેપારીઓ સવારે પુજા કરીને પોતાના ધંધા-રોજગાર શ કરે છે, દિવાળીના તહેવારોમાં જામનગરના બ્રાસપાર્ટના 5 હજારથી વધુ કારખાનાઓ બંધ રહ્યા હતાં તેમજ પીતળના ભંગારના વ્યવસાય સાથે જામનગર સંકળાયેલું છે ત્યારે તમામ કારખાનાઓમાં આજે મુર્હુતના સોદા થયા હતાં અને કારખાના ફરીથી ધમધમતા થયા હતાં. દિવાળીથી લાભપાંચમ સુધી જીઆઇડીસી-1, 2, 3 અને તેની મુખ્ય બજારો ભારે સુમસામ જોવા મળી હતી, જામનગરમાં દર વર્ષે પાંચમના દિવસે જ શુભ મુર્હુતમાં કારખાના અને ધંધા-રોજગાર શ કરવામાં આવે છે એમ આજે પણ જામનગરના તમામ કારખાનાઓ ફરી શ થયા હતાં અને તેથી આજે વેપારીઓએ મુર્હુતના સોદા કરીને બેંકમાં ચેક નાખ્યા હતાં જેથી મોટાભાગની બેંકોમાં આજે ગીરદી જોવા મળી હતી.
સામાન્ય રીતે હાપા માર્કેટીંગ યાર્ડ, કાલાવડ, જામજોધપુર યાર્ડની ગણના મોટા યાર્ડોમાં થાય છે, મગફળી અને અન્ય ચીજવસ્તુઓની આવક ખુબ જ થાય છે, જીણી અને જાડી મગફળીના મુર્હુતના સોદા ા.1200 થી શ થયા હતાં અને વકલ પ્રમાણે ા.1500 થી 1600 સુધી ભાવ બોલાયા હતાં જયારે કઠોળ સહિતની અન્ય વસ્તુઓના પણ મુર્હુતના સોદા થયા હતાં. આજે તમામ યાર્ડોમાં ગામડાઓમાંથી માલની આવક સારી રહી હતી.
જામનગરની કેટલીક બજારોમાં દુકાનો બંધ રહી હતી, અમુક લોકોએ ભાઇબીજના દિવસે દુકાનો ખોલી નાખી હતી, ખાસ કરીને કેટલાક લોકો વાહનની ડીલેવરી લાભપાંચમના દિવસે લેતાં હોય છે જેથી ત્યાં પણ ગરાકીનો માહોલ જોવા મળ્યો હતો, અન્ય દુકાનોમાં કપડા, બુટ-ચપ્પલ, મીઠાઇ, ફરસાણ, ઇલેકટ્રોનીકસ આઇટમ, વાહનો સહિતની ચીજવસ્તુઓની દુકાન અને શો-મ પણ આજથી ખુલી ગયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આજથી લાભપાંચમના દિવસે ખાત મુર્હુત શ થયું હતું અને સારા મુર્હુતમાં વેપારીઓએ પણ દુકાનો ખોલી હતી, દ્વારકા વિસ્તારમાં દ્વારકાધીશજીને પગ લાગીને કેટલાક વેપારીઓએ આજે પોતાના ધંધા-રોજગાર શ કયર્િ હતાં, ખંભાળીયાની બજારો પણ આજે ધમધમતી થઇ હતી અને યાર્ડમાં સારી એવી જણસની આવક જોવા મળી હતી. જામનગર જિલ્લાનો સૌથી મોટો તાલુકો કાલાવડને ગણવામાં આવે છે અને ત્યાં પણ માર્કેટીંગ યાર્ડ અને અન્ય દુકાનો ધમધમતા થયા હતાં. ઉપરાંત ધ્રોલ, જોડીયા, ભાટીયા, રાવલ, લાલપુર, ભાણવડ અને કલ્યાણપુર સહિતના તાલુકા મથકોએ પણ વેપારીઓએ આજથી ધંધા-રોજગાર શ કયર્િ હતાં, આમ હવે દિવાળીના તહેવારો બાદ આજથી રાબેતા મુજબ બજારોમાં ઘરાકી જોવા મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech