આજે ફરી ABVPના સૌરાષ્ટ્ર યુનિ.માં ધામા : ઘંટનાદ કરી વિરોધ

  • September 20, 2023 02:01 PM 

અખિલ ભારતીય પરિષદ દ્વારા ગર્લ્સ હોસ્ટેલના વિવિધ પ્રશ્નોને લઈ કુલપતિને ૫ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમ છતાં જવાબદાર વ્યક્તિઓ સામે કોઇ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા ન હતા.

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ગર્લ્સ હોસ્ટેલના વિવિધ પ્રશ્નોને લઇને ઉગ્ર આંદોલન કરી ૧૬ સપ્ટેમ્બરના કુલસચિવ કાર્યાલય ધેરાવ કર્યુ હતું અને આજે રોજ કુલપતિ કાર્યાલય બહાર યુનિવર્સિટીના સુતેલા પ્રશાસનને ઘંટનાદ કરી જગાડવામાંઆવ્યા હતા.

જેમાં કુલપતિએ અખિલ ભારતીય વિધાર્થી પરિપદની બધી જ માંગો સ્વીકાર કરી ૪૪ જેટલી હકદાર વિધાર્થીનીઓ છે તેમનેતાત્કાલિક ધોરણે હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવશે તેમની સંપૂર્ણ વ્યવસ્થા યુનિવર્સિટી પ્રશાસન કરશે, અત્યાર સુધી કોઈપણ પ્રકારના હોસ્ટેલના પ્રવેશ નિયમો ન હતા જેને તાત્કાલિક ધોરણે બનવા માં આવશે અને હોસ્ટેલ પ્રવેશ માટે કમિટીની સ્થનાકરવામાં આવશે.ખોટી રીતે મેરીટ બહાર પાડી પ્રવેશ આપનાર રેકટર સામે કડક કાર્યવાહી કરવા માં આવશે તેવી બાંહેધરી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application