વિશ્વભરમાં ૧૪ જૂનની "વિશ્વ રક્તદાતા દિવસ" તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે ઓસ્ટ્રિયાના જીવવિજ્ઞાની, ચિકિત્સક અને આધુનિક રક્ત તબદિલીના સ્થાપક કાર્લ લેન્ડસ્ટીનરની જન્મજયંતિ નિમિત્તે ૧૪ જૂન ૧૮૬૮થી કરવામાં આવે છે. તેઓ બ્લડગૃપના વર્ગીકરણની આધુનિક પદ્ધતિ એ,બી,ઓ રક્તજૂથના શોધક હતા. જેનાથી ડૉક્ટર્સ દર્દીના જીવને જોખમમાં મૂક્યા વિના રક્ત તબદિલી કરાવવા સક્ષમ બન્યા છે. તેમને વર્ષ ૧૯૩૦માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ - ૨૦૦૫માં પ્રથમ વખત "વિશ્વ રક્તદાતા દિવસ"નું આયોજન કરાયું હતું. રાજકોટવાસીઓમાં પણ રક્તદાન અંગે વધુને વધુ જાગૃતિ આવે તે માટે રાજકોટની જૂની કલેકટર કચેરી ખાતે અને શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા કાલાવડ રોડ, છાપરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પના આયોજનથી રક્તદાતા દિવસની ઉજવણી કરાઇ.
વિશ્વ રક્તદાતા દિવસની આ વર્ષની થીમ છે:‘‘ડોનેટ બ્લડ, ડોનેટ પ્લાઝમા, શેર લાઇફ, શેર ઓફન’’, આ થીમ આધારિત એવા દર્દીઓ પર ભાર મુકવામાં આવ્યો છે, જેમને જીવનભર રક્ત અથવા પ્લાઝ્માની જરૂર હોય. આ દિવસની ઉજવણી વિશ્વભરમાં ઠેર-ઠેર રક્તદાન કરીને ઉજવવામાં આવે છે.
રાજકોટના રકતદાન કરનારા શતકવીરોમાં રાજકોટની શ્રીમદ રાજચંદ્ર સંસ્થામાં કાર્યરત વિનયભાઈ જસાણીએ ૧૫૫થી વધુ વખત રક્તદાન કર્યું છે. તેમણે માત્ર ૧૯ વર્ષની વયથી રક્તદાન કરવાની શરૂઆત કરી હતી. વિનયભાઈએ તેમના મોટા ભાઈને થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન કરતા જોઇ રકતદાનના સેવાકાર્યમાં જોડાવાની શરૂઆત કરી હતી. તેઓ નિયમિત સમયાંતરે પોતાના કુટુંબ, મિત્ર વર્તુળમાં પણ રક્તદાન કેમ્પનું આયોજન કરીને વધુને વધુ લોકોને રક્તદાન કરવા પ્રેરિત કરતા રહ્યા છે. તેમની સંસ્થા અનેકવિધ કેમ્પ કરીને મહિનાની આશરે ૧૫૦૦ થી ૨૦૦૦ બોટલ રક્ત ભેગુ કરીને સિવિલ હોસ્પિટલને સોંપે છે, જેનાથી થેલેસેમિયાના દર્દીઓને મદદરૂપ થવાય છે.
શતકવીર રકતદાતા બનનારા અને સાચા અર્થમાં રક્તદાતા દિવસના પ્રેરણા સ્વરૂપ મહેશભાઈ જુરિયાણી ૭૦% દિવ્યાંગતિ છતાં ૧૦૪ વખત રક્તદાન કરી લોકોનું જીવન બચાવવામાં સહભાગી બન્યા છે. આ સેવાયજ્ઞનો આરંભ વર્ષ ૧૯૯૮થી થયો હતો. તેમના મિત્રના પુત્ર થેલેસેમિયાથી પીડિત હોવાથી તેને મદદરૂપ થવા સૌથી પહેલા રક્તદાન કરવાની પ્રેરણા મળી હતી. ૪૫ વર્ષીય મહેશભાઈ પી.જી.વી.સી.એલ.માં કેશિયર તરીકે ફરજ બજાવે છે. મહેશભાઈની સાથોસાથ તેમના પત્ની રેશ્માબેને પણ દિવ્યાંગ હોવા છતાં ૨૫ વખત રક્તદાન કર્યું છે. આ દિવ્યાંગ દંપતી સમાજમાં અન્ય લોકો માટે પ્રેરણા બન્યુ છે. વધુમાં મહેશભાઈએ જણાવ્યું હતું કે હું દિવ્યાંગ છું પણ સમાજમાંથી ઘણો સપોર્ટ મળે છે. આથી, સમાજ પ્રત્યે મારું પણ ઉત્તરદાયિત્વ છે કે મારે પણ સમાજને રીટર્ન આપવું જોઈએ. અને હું રક્તદાન કરી શકતો હોઉં તો આજનો યુવા રક્તદાન કરવા સક્ષમ છે.
એવા બીજા શતકવીર ૫૩ વર્ષીય નીરજભાઈ જાની પ્રકૃતિ પ્રેમી, દરિયા પ્રેમી અને વ્યાયામ શિક્ષક છે, જેમણે ૧૮ વર્ષની ઉંમરથી જ રક્તદાન કરવાની શરૂઆત કરી હતી. એમના જણાવ્યા મુજબ આજદિન સુધીમાં લગભગ ૧૦૧થી વધુ વખત રક્તદાન કર્યું છે. નીરજભાઈએ મિત્રવર્તુળ અને કુટુંબીજનોને રક્તદાન માટે પ્રેરિત કર્યા છે. તેઓ રાજીવ ગાંધી ગોલ્ડ કપ જુડોમાં રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા રહી ચુકેલા છે. એ સમયે નીરજભાઈએ છ થી સાત કલાક શારીરિક શ્રમ કર્યા બાદ પણ રક્તદાન કર્યું છે અને ક્યારેય પણ તેમને શારીરિક તકલીફ નથી પડી. રાષ્ટ્રીય કક્ષાની રમત માટે પ્રેક્ટીસ કરવા ખુબ શારીરિક શ્રમ કરવા છતાં પણ શારીરિક રીતે નબળા પડવાની કે અન્ય કોઈ તકલીફ પડી નથી. નીરજભાઈએ વર્ષમાં સરેરાશ ત્રણ વખત નિયમિત રક્તદાન કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech