કોર્પોરેશન દ્વારા સોમવારે અમુક વિસ્તારમાં પાણી બંધ રહેશે તેવી જાહેરાત કરાઇ હતી, જેના ભાગરૂપે આજ સવારથી જ બેડી, નવાગામ ઘેડ, સોલેરીયમ અને સમર્પણ વિસ્તારના ૪૫ હજાર જેટલા ઘરોમાં નળમાં પાણી આવ્યું ન હતું, જેના કારણે ગૃહીણીઓ ભારે-પરેશાન થઇ હતી, અમુક વિસ્તારમાં કોર્પોરેશનનું પાણી સાંજે અને રાત્રે આવતું હોય ત્યાં પણ પાણી નહીં મળે તે પણ જાણવા મળે છે.
કોર્પોરેશનની યાદીમાં જણાવ્યા અનુસાર નવા બનતા બ્રિજની નીચેથી ૧૧૦૦ એમએમ ડાયા પાઇપલાઇનનું સીફટીંગ કરવામાં આવી રહ્યું છે, તેનું જોડાણ અને સમર્પણ ઝોન હસ્તક આવતા શિવમ સોસાયટી, ઓશવાળ ૨, ૩, ૪, પટેલનગરી, સુંદરમ સોસાયટી, મહાવીર પાર્ક ૧ થી ૩, શિવમ પાર્ક ૧ થી ૩, સિઘ્ધી પાર્ક ૧ થી ૩, કેવલીયા વાડી, મેહુલનગર, ગોકુલધામ, પંડીત દિનદયાળ આવાસ, દવા બજાર, અંધાશ્રમ, હનુમાન ચોક, હીરા પાર્ક, ચેમ્બર કોલોની, ધનંજય પાર્ક, પ્રગતિ અને અજંતા સોસાયટી, મયુર પાર્ક, લક્ષ્મી પાર્ક, વાસાવીરા, રેવન્યુ કોલોની, અપૂર્વ રેસી., સમર્પણ અને મયુર વીલા, ધરારનગર-૧માં પાણી બંધ છે.
આ ઉપરાંત સોલેરીયમ-બી હેઠળ આવતા ગાંધીનગર મેઇન રોડ, મોમાઇનગર ૧ થી ૫, ગોકુલધામ, નહેરૂનગર, મચ્છરનગર, પુનીતનગર, માજોઠીનગર, શાંતિનગર, શાસ્ત્રીનગર, લાલબહાદુર સોસાયટી, પટેલકોલોની ૧ થી ૧૨, રોડ નં.૧ અને ૨, મંગલબાગ ૧ થી ૪, આહીર બોર્ડીંગ પાસે પાણી બંધ રહેશે તેમજ નવાગામ ઝોન હેઠળ આવતા ખડખડનગર, જાસોલીયા, ગાયત્રી ચોક, સિઘ્ધેશ્ર્વર સોસાયટી, વિવેકાનંદ સોસા., દલીતવાસ, માડમફળી, ઇન્દીરા, મધુરમ, કબીરનગર અને મીલન સોસાયટી, લક્ષ્મી એપાર્ટમેન્ટ, વિનાયક પાર્ક, જશવંત સોસાયટી, માતૃઆશીષ ૪ અને ૫, નાઘેરવાસ, સરસ્વતી અને માસ્તર સોસાયટી, વિમલ પાર્ક, કેશુભાઇની વાડી ઉપરાંત બેડી ઝોન-બીમાં જોડીયા ભુંગા, માધાપર ભુંગા, ગરીબનગર, પાણાખાણ, નવી લાઇન, દિવેલીયા ચાલી, જુનુ પાણાખાણ, નવું પાણાખાણ, સલીમબાપુના મદ્રેશા વિસ્તારમાં પાણી નહીં મળે.
સોલેરીયમ ઝોન-બી, નવાગામ, બેડી ઝોન-બીમાં સોમવારે પાણી બંધ રહેશે અને મંગળવારે વિતરણ કરાશે જયારે ઝોન-બી, સોલેરીયમ ઝોન-એ, નવાગામ ઘેડ, બેડી ઝોનમાં પાણી વિતરણ થશે નહીં આ ઝોનમાં બુધવારે પાણી મળશે.