રાજ્યમાં આજે 2.84 લાખ નાગરિકોએ કોરોનાની રસી લીધી

  • June 30, 2021 10:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોરોના વેકસીનેશનનો પહેલો ડોઝ-પ્રથમ ડોઝ મેળવનારા લોકોની સંખ્યા બે કરોડે પહોચી...રસીકરણ પાત્રતા ધરાવતા ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર લોકોમાંથી   ૪૧ ટકા - ર કરોડ ૬૧ હજાર લોકોને પ્રથમ ડોઝ અપાઇ ગયો...રાજ્યમાં ૩૦ મી જૂને ર લાખ ૮૪ હજાર વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યુ
...સમગ્ર તયા ર કરોડ પ૬ લાખ ૭૭ હજાર લોકોને અત્યાર સુધી વેકસીનનું સુરક્ષા કવચ મળ્યુ ...કોરોના મહામારી સામે રક્ષણાત્મક ઉપાય એવી કોરોના વેકસીનેશનની રાજ્યવ્યાપી સઘન કામગીરી અન્વયે ૩૦મી જૂન-ર૦ર૧ સુધીમાં રાજ્યમાં ૪૧ ટકા લોકોને વેકસીનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યા છે...ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪,૯૩,ર૦,૯૦૩ લોકોમાંથી ૪૦.૭૭ ટકા એટલે કે ર કરોડ ૬૧ હજાર રપપ લોકોને અત્યાર સુધીમાં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે....ગુજરાતમાં પ્રથમ ડોઝ લેનારા લોકોની સંખ્યા ૩૦ મી જૂન-ર૦ર૧ સાંજ સુધીમાં બે કરોડને પાર કરી ગઇ છે. એટલું જ નહિ, પ૬ લાખ ૧૬ હજાર ૭૩૬ લોકોને બીજો ડોઝ આપવામાં આવેલો છે...સમગ્રતયા રાજ્યમાં ૩૦મી જૂનના દિવસે ર લાખ ૮૪ હજાર ૧રપ લોકોને કોરોના રસીથી સાંકળી લેવામાં આવ્યા છે...આમ, મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સૌ કર્મીઓએ લોકોને કોરોના વેકસીનેશન આપવા માટે આદરેલી ઝૂંબેશના પરિણામે ૩૦મી જૂન સુધીમાં ર કરોડ પ૬ લાખ ૭૭ હજાર ૯૯૧ લોકોનું રસીકરણ સંપન્ન થયું છે...ગુજરાતમાં ૩૦મી જૂન સુધીમાં જે ર કરોડ ૬૧ હજાર રપપ લોકોને પ્રથમ ડોઝ અપાયો છે તેમાં ૧૯,૬૩,૦પ૮ હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર, ૪પ થી વધુ વયના ૧,૦૮,૨૯,૪૫૨ તેમજ ૧૮ થી ૪૪ વયજૂથના ૭ર,૬૮,૪૭પ લોકોનો સમાવેશ થાય છે    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS