આજકાલ ઇમ્પેક્ટ: મનપાએ ભુલ સ્વીકારીને આઇ.આઇ.ટી.ને બદલે આઇ.ટી.આઇ લખ્યું

  • December 27, 2023 05:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના યુનિવર્સીટી રોડ ઉપરના આકાશવાણી ચોકમાં ટ્રાફિક સર્કલની અંદર મુકાયેલા સાઇન બોર્ડમાં મહિલા આઇ.આઇ.ટી.તેવો એરો માર્ક મુકાયો હતો જેથી લોકો ગેરમાર્ગે દોરાતાં હતા કારણ કે રાજકોટને આજ દિવસ સુધી આઇઆઇટી ફાળવાઇ નથી....તે અંગેનો સતસ્વીર અહેવાલ ગત તા.20-12-2023ના રોજ આજકાલ દૈનિકની શહેર આવૃત્તિના પેઇજ નં. ઉપર પ્રસિધ્ધ થયો હતો ત્યારબાદ મહાપાલિકા તંત્રને પોતાની ભૂલનું ભાન થયું હતું અને તાત્કાલિક અસરથી અહીં સુધારો કરીને મહિલા આઇ.ટી. આઇ તરફ તેમ લખવામાં આવ્યું છે, અહીં અગાઉની ભૂલ ભરેલા લખાણ સાથેની થોડા દિવસ પહેલાની તસ્વીર અને ગઇકાલે સુધારો કરાયા પછીની આજે તા.27-12-2023ની તસ્વીર દ્રશ્યમાન થાય છે. અલબત્ત સાત વર્ષથી લાખો નાગરિકોને ગેરમાર્ગે દોરતા સાઇન બોર્ડમાં ભૂલ હોવા અંગેનો અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ ભૂલ સ્વીકારીને સુધારણા કરવામાં તંત્રને સાત દિવસ લાગ્યા હતા. (તસ્વીર: દર્શન ભટ્ટી)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application