કંઈક નવું કરીએ ઈન્દોરમાં નાલા કેટલા સ્વચ્છ છે એ બતાવવા કમિશ્નરે નાલામાં જ યોજી અધિકારીઓની બેઠક

  • February 21, 2021 12:17 PM 368 views

ફિલ્મ એમ.એસ.ધોનીમાં એક ડાયલોગ છે કે, મન બનાલો તો દિલ્હી દૂર નહીં. આ ડાયલોગને ઈન્દોરનાં કમિશનર પ્રતિભા પાલે સ્વચ્છતા માટે જાણે આત્મસાત કરી લીધો હોય એમ લાગે છે. દેશ અને દુનિયામાં પ્રતિભા પાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે અને તેનું કારણ છે તેમને બોલાવેલી એક બેઠક.

 

તમે ઓફિસ, ઘર, મંદિર, કે કોમ્યુનિટી હોલમાં મિટિંગ થતી જોઈ હશે. ચાની લારીએ ચર્ચાઓ થતી સાંભળી હશે પરંતુ કોઈ નાલામાં મિટિંગ યોજવાની વાત સાંભળી કે વિચારી પણ નહીં હોય. જોકે આવી જ વાત માત્ર વિચારી નહીં પરંતુ વાસ્તવિકરૂપમાં કરી છે. નોંધનિય છે કે સ્વચ્છતા સર્વેક્ષણમાં છવાઈ જવા માટે નાળામાં બેઠક ગોઠવાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. ઈન્દોર શહેર સ્વચ્છતામાં પાંચમી વાર નંબર વન બનવાની કોશિશમાં લાગેલું છે. 

 

ઈન્દોર નગર નિગમના અધિકારીઓ અને કમિશનરે પંચકુઈયા સ્થિત ઘાટના નાળામાં બેસીને અધિકારીઓ બે કલાક ચર્ચા કરી હતી અને સાથે સાથે પોંઆ, જલેબી અને આલુટિક્કીનો નાસ્તાની મજા પણ માણી હતી.  ઈન્દોર શહેરમાંથી પસાર થનાર આ નાળાને સ્વચ્છ સર્વેક્ષણને ધ્યાનમા રાખીને સ્વચ્છ બનાવાઈ રહ્યું છે. મિટિંગ પહેલા નાળાની વચ્ચેની જમીન સરખી કરીને ટેબલ અને ખુરશીઓ ગોઠવવામાં આવી હતી. બેઠકમાં કમિશનર પ્રતિભા પાલે શહેરની સફાઈ વ્યવસ્થાને વધારે સારી બનાવવાનો નિર્દેશ અધિકારીઓને આપ્યો હતો. અધિકારીઓ નાળામાં ક્રિકેટ, ફૂટબોલ અને બેડમિન્ટન પણ રમી ચૂક્યા છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application