ભરઉનાળે પાણી સમસ્યાને પહોંચી વળવા તંત્રએ ૩.૨૦ લાખ લિટર પાણી પહોંચાડ્યું
ભરઉનાળે પાણી સમસ્યાને પહોંચી વળવા તંત્રએ ૩.૨૦ લાખ લિટર પાણી પહોંચાડ્યું
May 02, 2026 09:11 PM
રાજકોટ જિલ્લામાં ઉનાળો શરૂ તાની સો જ પાણીની સમસ્યા તી હોય છે. ત્યારે તંત્ર દ્વારા જરૂરિયાત મંદ ગામડાઓમાં પાણી પહોચાડવાની વ્યવસ કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને અનિડા વાછરા, પીપળીયા પાળ, ખોખડદડ અને કાંગસિયાળી ગામના વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવ્યું છે. રાજકોટના ગ્રામ વિસ્તારોમાં ઉનાળો શરૂ તાની સો જ પાણીની સમસ્યા સર્જાતી હોય છે. ઘણીવાર લોકોને પીવાનું અને સામાન્ય ઉપયોગમાં લેવા માટે પુરતું પાણી મળી શકતું ની. આવા કપરા સમયમાં તંત્ર દ્વારા ટેન્કરના સહારે પાણી પહોંચાડવામાં આવતું હોય છે. ઉનાળામાં વધુ પડતા તાપને લઈને નદી, ચેક ડેમ અને તલમાં પણ પાણી ખૂટી જવાની અનેક સમસ્યાઓ સર્જાતી હોવાી લોકોને વગર રહેવાનો વારો આવતો હોય છે. ત્યારે આ વખતે ઉનાળામાં તંત્ર દ્વારા ૩.૨૦ લાખ લિટર પાણી પૂરું પાડવામાં આવ્યું છે. રાજકોટના કાર્યપાલક ઇજનેર પાસેી મળતી માહિતી અનુસાર, અનિડા વાછરા ખાતે ત્રીસ હજાર લિટર પાણી પહોંચાડવામાં આવું છે. પીપળીયા પાળ સોસાયટી વિસ્તારમાં ૧.૩૦ લાખ લિટર પાણી પૂરું પાડવામાં આવ્યું છે. જ્યારે ખોખડદડ રૂડા વિસ્તારમાં ૮૦ હજાર લિટર પાણી પૂરું પાડવામાં આવ્યું છે. કાંગસિયાળી રૂડા વિસ્તારમાં પણ પાણીની અછત સર્જાતા ૮૦ હજાર લિટર જેટલું પાણી પહોંચાડવામાં આવ્યું છે. આ સિવાય અન્ય કોઈ વિસ્તારની પાણીની જરૂરિયાતને લઈને હાલમાં કોઈ માગણી આવેલ ની. જો માગણી આવશો તાત્કાલિક પાણી પહોચાડવાની વ્યવસ કરવામાં આવશે.