ચોમાસામાં ઋતુમાંચારે બાજુ હરિયાળી મનને પ્રસન્ન કરે છે. આ સિઝનમાં કેવા પ્રકારના આઉટફિટ્સ પહેરવા, જેમાં તમે સ્ટાઇલિશ દેખાઈ શકો અને કમ્ફર્ટેબલ પણ રહી શકો છો. તે થોડું મુશ્કેલ બની જાય છે. આ હવામાનનો વધુ આનંદ માણવા માટે હળવા, આરામદાયક અને ઝડપથી સુકાઈ જતા કપડાં પહેરવા શ્રેષ્ઠ છે.
લિનન શર્ટ
આ સિઝનમાં લિનન શર્ટ પહેરવામાં શ્રેષ્ઠ રહે છે. જે ભીના થયા પછી ઝડપથી સુકાઈ જાય છે અને એકદમ ક્લાસી પણ લાગે છે. લાઇટ શેડ્સમાં લિનન શર્ટ ઓફિસથી લઈને મિત્રો સાથે ફરવા અને પાર્ટીઓ સુધી લગભગ દરેક પ્રસંગ માટે શ્રેષ્ઠ છે.
રંગ અને ડિઝાઇન
આછા અને તેજસ્વી રંગો ચોમાસા માટે ઉત્તમ છે. પીળો, લીલો, વાદળી અને ગુલાબી જેવા રંગો ખૂબ જ આકર્ષક લાગે છે. તમે ફ્લોરલ પ્રિન્ટ અથવા નાની ડિઝાઇન પણ પસંદ કરી શકો છો, જે તમને ફ્રેશ અને હેપ્પી લુક અપાવે છે. આ રંગો અને ડિઝાઇનના કપડાં પહેરીને ચોમાસાની ઋતુનો ભરપૂર આનંદ માણી શકાય છે.
ફેબ્રિક પસંદગી
કોટન, રેયોન અને લિનન જેવા ફેબ્રિક્સ ચોમાસા માટે ખૂબ સારા છે. આ કપડાં ખૂબ જ હળવા અને શ્વાસ લેવા માટે યોગ્ય છે. ઉપરાંત તે કાપડનાં કપડાઓ ઝડપથી સુકાઈ જાય છે, તેથી વરસાદમાં કોઈ સમસ્યા રહેતી નથી. આ કાપડમાંથી બનેલા કપડાં પહેરવાથી આખો દિવસ આરામદાયક અનુભવશો અને સુંદર પણ દેખાશો.
સ્ટાઇલ ટિપ્સ
1. મિનિમલ જ્વેલરીઃ આઉટફિટ્સ સાથે ન્યૂનતમ જ્વેલરી પહેરો.
2. ફૂટવેર: એવા સેન્ડલ અથવા ફ્લિપ-ફ્લોપ પહેરો, જે વરસાદમાં પણ બગડતા નથી.
3. હેર સ્ટાઈલ: ચોમાસામાં વાળ બાંધીને રાખો. બન દરેક રીતે યોગ્ય વિકલ્પ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅગ્નિકાંડના આરોપીઓ સામે 5000 પેઇજમાં પુરાવા રજૂ
November 07, 2024 03:41 PM‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech