જામનગરની ભૂગોળ જાણવા મ્યુ. કમિશ્નરે નગર ભ્રમણ કર્યુ

  • July 17, 2021 01:07 PM 

રેનબસેરા, સેલ્ટરહોમ, રણજીતસાગર ડેમ, કબીર તળાવ, ફલાય ઓવરબ્રીજ સહિતના સ્થળોનું નિરીક્ષણ કર્યુ

જામનગર મહાપાલીકાના કમિશ્નરપદનો ચાર્જ સંભાળ્યા બાદ મ્યુ. કમિશ્નર વિજય ખરાડી એકશનમાં આવી ગયા છે, ગઇકાલે તેઓએ સીટી ઇજનેર શૈલેષ જોશીને સાથે રાખીને જામનગર શહેરના જુદા જુદા વિસ્તારો અને પ્રોજેકટોનું નિરીક્ષણ કરી મહાપાલીકાની હદ કયાં સુધીની છે તે અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

ગઇકાલે મ્યુ. કમિશ્નર વિજય ખરાડી, સીટી ઇજનેર શૈલેષ જોશી અને અન્ય અધિકારીઓને સાથે રાખીને મ્યુ. કમિશ્નરે માધાપર ભુંગા, દક્ષીણી રણજીતસાગર ડેમના બ્રીજ સુધી, પુર્વમાં રાજકોટ રોડ અને પશ્ર્ચિમમાં નાઘેડી ગામ નજીક આવેલા કબીર લહેર તળાવ સુધીની હદનું નિરીક્ષણ કર્યુ હતું, ખાસ કરીને મ્યુ. કમિશ્નર દ્વારા શહેરના પ્રવેશદ્વાર ઉપર કલરફુલ બોર્ડ અને સેલ્ટરહોમની આંતરીક દીવાલો પણ સુશોભીત ફોટો ફ્રેમ લગાવવા, હોમની અંદર બહાર કેમ્પસ નીટ એન્ડ કલીન જાળવી રાખવા સુચના આપવામાં આવી હતી, આ સેલ્ટરહોમમાં 2020થી આશરે 50 થી 60 લોકો આશ્રય લઇ રહયા છે અને તેઓને બે વખત જમવાનુ, ચા-નાસ્તો જલારામ મંદિર સેવા ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે.

માધાપર ભુંગા, રણજીતસાગર ડેમ, રણમલ તળાવ, લાખોટા મ્યુઝીયમ, એમ્યુઝમેન્ટ પાર્ક સહીતના અનેક સ્થળોની મુલાકાત લીધી હતી તેમજ સાત રસ્તાથી સુભાષબ્રીજ સુધીનો ઓવરબ્રીજ થવાનો છે તે અંગે અધિકારીઓ સાથે ચચર્-િવિચારણા કરી નકશો જોયો હતો, એવી જ રીતે બ્યુટીફીકેશન કરીને વધારાની એક સાઇડ ડેવલપ કરવા માટે, વાલસુરા રોડ ઉપર પોલીટેકનીક કોલેજ, રેલ્વે ફાટક પછી રોડની બાજુએ સાયકલ ટ્રેક, ગજેબો, ટોયલેટ બ્લોક, ફલાવરીંગ, ગાર્ડનીંગ, લાઇટીંગની સુવિધા કરવા અને રોજી પોર્ટ સુધીના રોડને નેકલેસ રોડ નામ આપવા જે ઇન્ડીયન નેવીની પ્રપોઝલ છે તે અંગે માર્ગદર્શન મેળવ્યુ હતું.

આ ઉપરાંત શહેરમાં જામનગરની શાન સમા ભુજીયા કોઠાનું કામ ચાલી રહયું છે તે અંગે પણ સાઇડ વિઝીટ કરી હતી અને જરી સુચના આપી હતી, ઉપરાંત સીટી ઇજનેર શૈલેષ જોશી સાથે તેઓએ જામનગરની હદ વિશે પણ ચચર્િ કરીને નકશો જોઇને જરી માર્ગદર્શન આપ્યુ હતું, જામનગર શહેરના કયા પ્રોજેકટ ઝડપથી થઇ શકે તેમ છે, નવા પ્રોજેકટમાં 3.5 કીમીનો ઓવરબ્રીજ ઝડપથી શ થાય તે માટે પણ જરી સુચના આપી હતી, ઉપરાંત ભુજીયો કોઠો, દિગ્જામ ઓવરબ્રીજ સહિતના કામોમાં ઝડપ લાવવા તેમણે અધિકારીઓને માર્ગદર્શન આપ્યુ હતું.

શહેરની ભાગોડે આવેલા લહેર તળાવ ઉપર નિરીક્ષણ કરીને લોકોને વધુને વધુ સુવિધા કેમ આપી શકાય તે અંગે ચચર્િ વિચારણા કરી હતી આ ઉપરાંત લાખોટા મ્યુઝીયમ, રણમલ તળાવ અને એમ્યુઝમેન્ટ પાર્કમાં પણ લોકો માટે સગવડતા વધારવા કમિશ્નરે સુચના આપી હતી. આ મુલાકાત સમયે એએમસી ભાર્ગવ ડાંગર, પ્રોજેકટ પ્લાનીંગ કાર્યપાલક ઇજનેર ભાવેશ જાની, ટીપી, ડીપીના  ગોસાઇ સહિતના અધિકારીઓ સાથે રહયા હતા, ખાસ કરીને મ્યુ. કમિશ્નરે શહેરનું પ્રવેશદ્વાર વધુ સુશોભીત કરવા અધિકારીઓને તાત્કાલીક સુચના આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS