છે ને નમૂનો... અમદાવાદમાં પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા પ્રેમી વાઘના પાંજરામાં ઘૂસી ગયો, 20 ફૂટ ઊંચી ફેન્સીંગ કૂદી ઝાડ પર ચડ્યો, પગ લપસ્યો ને પછી થયું આવું

  • February 10, 2025 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નમૂનાઓને ગોતવા ન જવા પડે. આવી જ એક ઘટના અમદાવાદમા બની છે. અહીં કાંકરિયા તળાવ પર આવેલા ઝૂમાં પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા પ્રેમી વાઘના પાંજરામાં ઘૂસી ગયો હતો. આથી ઝૂના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. વાઘના પાંજરાની 20 ફૂટ ઊંચી ફેન્સિંગ પર ચડ્યો. આટલેથી ન અટકતા તે વાઘના પાંજરામાં આવેલા એક ઝાડ પર ચડી ગયો. આ જ સમયે તેનો પગ લપસતા હાજર લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. જોકે, તે માંડ માંડ બચ્યો હતો. બાદમાં ઝૂના સિક્યોરિટી સ્ટાફે આ યુવકને મહામહેનતે સમજાવી નીચે ઉતાર્યો હતો અને મણિનગર પોલીસને હવાલે કર્યો હતો.  


આ સમયે વાઘ પણ પાંજરમાં નીચે જ હતો
કાંકરિયા ઝૂમાં વાઘના ઓપન પાંજરામાં અંદાજિત 20 ફૂટ ઊંચી લોખંડની જાળી લાગેલી છે. ગઈકાલે બપોરના સમયે એક યુવક કોઈ કારણોસર આ રેલિંગ કૂદીને પાંજરામાં આવેલા ઝાડ પર ચડી ગયો હતો. આ સમયે વાઘ પણ ત્યાં નીચે જ હતો. ઝાડ પર ચડ્યા બાદ યુવકનો પગ લપસતા માંડ માંડ બચ્યો હતો. તો બીજી તરફ પાંજરાની બહાર ઉભેલા લોકોની રાડો ફાટી ગઈ હતી.


લોકોએ બૂમાબૂમ કરી
પાંજરામાં નીચે વાઘ હતો જ્યારે યુવક ઝાડ પર હતો. આ સમયે જ લોકોએ બૂમાબૂમ કરી મૂકતા સિક્યુરિટી સ્ટાફ દોડી આવ્યો હતો. જો કે, વાઘ ખુલ્લો હોય સિક્યુરિટી માટે પણ અંદર તુરંત પ્રવેશવું મુશ્કેલ જણાતું હતું. જેથી યુવકને સમજાવીને નીચે ઉતાર્યો હતો. યુવક ઝાડ પર ચાલીને રેલીંગ પરથી નીચે ઉતરતા જ સિક્યુરિટીએ ઝડપી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.


સિક્યોરિટી સામે સવાલો ઉઠ્યા
કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓની સુરક્ષાને લઈને હવે સવાલ ઊભા થયા છે એક યુવક પાંજરા ઉપરથી ચડીને સીધો વાઘના પાંજરામાં જતો રહે છે તો એક દિવસ પહેલા વાંદરાને પણ પજવણી કરતા હોવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. કેટલાક લોકો વાંદરાના પાંજરા પાસે જઈ અને તેને પજવણી કરતા હોવા અંગેનું સામે આવ્યું હતું. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં સિક્યોરિટી હોવા છતાં પણ લોકો પ્રાણીઓની પજવણી કરે છે ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં સિક્યોરિટી માટે પૂરતો સ્ટાફ નથી કે પછી સ્ટાફ ત્યાં હાજર હોતો નથી તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application