રાજકોટ મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં૭ સર્વેશ્વર ચોકથથી ચાનિક રસોડને જોડતા હૈયાત વોકળો ડાયવર્ટ કરી નવું બોકસ કલવર્ટ બનાવવાનાં કામે મૂળ અંદાજ રૂ.૩.૮૭.૨૧,૦૦૦/- (અંકે રૂપિયા ત્રણ કરોડ સત્યાસી લાખ એકવીસ હજાર પુરા) નાં ૭.૫૦% વધુ ભાવ તથા જીએસટી સહીત રૂ.૪,૯૧,૧૭,૫૮૯ ની ખર્ચ મર્યાદામાં એજન્સી એમ્પલ કન્સ્ટ્રકશન સાથે કરાર કરવામાં આવેલ. જે કામગીરી માટે તા.૧૪/૧૧/૨૦૨૪ થી વર્ક ઓર્ડર આપવામાં આવેલ જે અન્વયે સ્થનિકે હાલ કામગીરી ચાલુ છે.
જેમાં આ કામે ૬૦૦ મીમી ડાયાની હૈયાત ડ્રેનેજ પાઇપ લાઇનની મેઈન લાઇન નવા વેકળાન બોકસ કલવર્ટના એલાઇમેન્ટમાં મીડલમાં આવતી હોય જે શીફટ કરવાની થત હોય, તથા હૈયાત વોકળાનો સ્લેબ સર્વેશ્વર ચોકમાં આવેલ શિવમ કોમ્પલેક્ષ-૧ અને ર ના બેકઝમેન્ટ સાથે જોડાયેલ છે તેમજ આજુ બાજુ આવેલ જુની પ્રાઇવેટ પ્રોપર્ટીને વાઇબ્રેટીંગથી ડેમેજ/નુકશાન ન થાય તે માટે થઈને હૈયાત સ્લેબ તોડવા માટે એજન્સી પાસે ૩૦૦ થી ૭૫૦ મીમીનાં કોર કટીંગ કરાવવામાં આવેલ તથા રીટેઇનીંગ વોલ, વિંગ વોલની કામગીરીમાં વધારો થતાં સ્થાયી સમિતિમાં રીવાઇઝ ખર્ચ મંજુરી માટે દરખાસ્ત રજુ કરવામાં આવેલ. જે અન્વયે સ્થાયી સમિતિ દ્વારા આ કામે સ્થાનિકે કરવાની થતી વધારાની કામગીરી માટે શોર્ટ ટર્મ ટેન્ડરની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી સ્થાયી સમિતિમાં નિર્ણય અર્થે રજૂ કરવાનું ઠરાવવામાં આવેલ.
આથી આ કામે બાકી રહેતી કામગીરી માટે રૂ.૧,૪૩,૨૦,૦૦૦ (અંકે રૂપિયા એક કરોડ તેતાલીસ લાખ વીસ હજાર પુરા) જીએસટી સિવાયની રકમ માટે શોર્ટ ટર્મ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ આ કામે હૈયાત વોકળાની પાસે નવું આરસીસી બોકસ કલવર્ટ ૨૫ મીટર લંબાઇમાં એવરેજ ૯.૦૦ મી. પહોળાઇ અને ત્રણ મીટર ઉંડાઇમાં વોકળો, રીટેઇનીંગ વોલ, વિંગ વોલ તથા ડ્રેનેજ શિફટીંગ કરવાનાં કામનો સમાવેશ થાય છે.
આ કામે શોર્ટ ટર્મ ઇ-ટેન્ડર દ્વારા ભાવો મંગાવવામાં આવેલ હતા જેમાં બે એજન્સી એમ્પલ કન્સ્ટ્રકશન અને બેકબોન કન્સ્ટ્રકશનના ટેન્ડર આવ્યા હતા. બેકબોન એ ૨૫ ટકા ઓન અને એમ્પલએ ૪.૯૫ ટકા ઓન ભાવ ઓફર કરતા ૧.૭૭ કરોડમાં આ કામ એમ્પલ કન્સ્ટ્રક્શનને આપવા આવતીકાલે નિર્ણય થનાર થનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech