શ્રીદેવીને મનાવવા માટે અમિતાભ બચ્ચને સેટ પર ટ્રક ભરીને મોકલ્યા હતા ગુલાબ

  • February 24, 2021 12:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ સુપરસ્ટાર શ્રીદેવીએ 24 ફેબ્રુઆરી, 2018ના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. શ્રીદેવીનું દુબઈની હોટલના રૂમમાં બાથટબમાં ડૂબવાથી નિધન થયું હતું. શ્રીદેવી અચાનક જ આ દુનિયાથી વિદાય થઈ ત્યારે તેમના ચાહકો ચોંકી ગયા હતા. શ્રીદેવીએ બોલિવૂડમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. તેમણે અમિતાભ બચ્ચન સાથે ઘણી ફિલ્મો કરી અને મોટાભાગે સુપરહિટ હતી. એક સમય એવો હતો જ્યારે શ્રીદેવીએ બોલિવૂડમાં કામ કરવાની ના પાડી હતી. શ્રીદેવીને મનાવવા માટે અમિતાભ બચ્ચને ટ્રક ભરીને ગુલાબ મોકલ્યા હતા.

1989માં યશ ચોપરાની ફિલ્મ ચાંદની પછી શ્રીદેવીનું નામ દરેકની જીભ પર હતું. તે પ્રથમ મોટી-બજેટની સ્ત્રી-કેન્દ્રિત ફિલ્મ હતી. જેમાં શ્રીદેવી સાથે રીષિ કપૂર અને વિનોદ ખન્ના સાઈડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ પછી શ્રીદેવી ફીમેલ અમિતાભ બચ્ચન તરીકે જાણીતી હતી. પરંતુ બિગ બી સાથે તેણે કામ કરવાનો ઇનકાર કર્યો હતો.

અમિતાભ બચ્ચન દિગ્દર્શક મુકુલ આનંદની ફિલ્મ ખુદા ગવાહ હેની સ્ક્રીપ્ટ લાવ્યા હતા. તેણે સ્ક્રીપ્ટ સાંભળતાંની સાથે મુખ્ય ભૂમિકા માટે શ્રીદેવીનું નામ સજેસ્ટ હતું. પરંતુ તે એ પણ જાણતો હતો કે શ્રીદેવી તેની સાથે કામ કરશે નહીં. શ્રીદેવીને સમજાવવા માટે અમિતાભ બચ્ચને એક વિચાર ઘડી કાઢ્યો. તેણે શ્રીદેવી માટે સેટ પર ટ્રક ભરીને ગુલાબ મોકલ્યા.

તે સમયે શ્રીદેવી સરોજ ખાન સાથે એક ગીતનું શૂટિંગ કરી રહી હતી. અમિતાભ બચ્ચને સેટ પર ટ્રક ભરી અને ગુલાબ મોકલ્યા. શ્રીદેવીને ટ્રકની નજીક બોલાવવામાં આવી હતી અને તેના ઉપર તમામ ફૂલો વરસાવ્યા હતા. શ્રીદેવીને અમિતાભ બચ્ચનની આ રીત ગમે અને તેણે ખુદા ગવાહ હેમાં અમિતાભ સાથે કામ કરવા માટે હા પાડી હતી પણ એક શરત પણ રાખી હતી.

શ્રીદેવીએ શરત મૂકી હતી કે તે આ ફિલ્મમાં ડબલ રોલ ભજવશે. શ્રીદેવી તેમાં માતા અને પુત્રી બંનેની ભૂમિકા નિભાવવા માંગતી હતી. અમિતાભ બચ્ચનની ફિલ્મમાં પહેલી વાર કોઈ હિરોઇન ડબલ રોલ કરવાની વિચારણા કરતી હતી. શ્રીદેવીની શરત સ્વીકારી હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS