એરપોર્ટ રોડ ઉપર ટ્રાફિક સમસ્યા નિવારવા રેલવે ફાટકનું મેન્ટેનન્સ વર્ક રાત્રે કરો: ચેમ્બર

  • March 24, 2025 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એરપોર્ટ ફાટકનું કામ રાત્રીના ૧૨ થી સવારના ૬ વાગ્યા સુધી કરવા રાજકોટ ડિવીઝનલ રેલ્વે મેનેજર સમક્ષ રજુઆત કરાઇ છે.

હાલ રેલ્વે ડિપાર્ટમેન્ટ દ્વારા એરપોર્ટ ફાટક મેન્ટેનન્સ માટે ૭ દિવસ આંશીક રીતે બંધ રાખી રબ્બ સરફેસીંગ ટેકનોલોજી ફિટીંગનું કામ કરવામાં આવી રહી છે. પરંતુ આના કારણે દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં ટ્રાફિક જામ થવાની સમસ્યા રહે છે અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે. તેમજ આજુ બાજુના વિસ્તારના રહેવાસીઓને પણ ઘણી તકલીફ પડી રહી છે. વધુમાં સાંઢીયા પુલનું કામ ચાલું હોવાથી તેનો તમામ ટ્રાફિક એરપોર્ટ રોડ પાસે ડાઈવર્ટ થઈ રહયો છે અને અકસ્માતો થવાનો પણ ભય રહે છે.

આથી આ એરપોર્ટ ફાટકનું મેન્ટેનન્સ કામ રાત્રીના ૧૨ થી સવારના ૬ વાગ્યા સુધી કરવું અને દિવસ દરમ્યાન ખુલ્લું રાખવું તેવી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ ડિવીઝનલ રેલ્વે મેનેજર અશ્વનીકુમાર સમક્ષ રજુઆત કરાઇ છે. જો આ મુજબ કામગીરી કરવામાં આવશે તો રાહદારીઓ અને વાહનચાલકોએ મુશ્કેલી ભોગવવી નહીં પડે તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવએ ડીઆરએમને કરેલી રજુઆતમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application