સૂરજની જેમ કાંટાઓ વચ્ચે પણ ઉગી દેખાડવાનું

  • October 25, 2024 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજના સમયમાં માનવી નાની-નાની બાબતમાં નાસીપાસ થઇ જાય છે અને ધાર્યુ થાય નહી ત્યારે નિરાશ પણ થઇ જાય છે. ખાસ કરીને યંગ જનરેશનમાં આ પ્રકારની વૃત્તિ વધુ જોવા મળે છે. તેમને તેમના માતા-પિતા તરફથી સલામત વાતાવરણ પૂરુ પાડવામાં આવ્યુ હોવાથી મુશ્કેલીનો સામનો ભાગ્યે જ કરવો પડતો હોય છે તેથી જો નાની એવી સમસ્યા હોય તો પણ હિંમત હારી બેસે છે ત્યારે  તેઓના માટે આ તસ્વીર સમજવા જેવી છે. બરડાડુંગરમાં આવેલા ફોદાળા ડેમ પાસે કાંટાળા થોર વચ્ચે ઉગી રહેલા સૂર્યને એવી રીતે આબાદ કચકડે કેદ કરવામાં આવ્યો છે કે ગમે તેટલા કાંટા હોય તો પણ તેની વચ્ચે પોતાનુ અસ્તિત્વ તે દર્શાવી રહ્યો છે અને તેના વગર પૃથ્વીના કોઇપણ જીવને ચાલવાનુ નથી તેથી કહી શકાય કે ગમે તેટલા કાંટાઓ જિંદગીમાં આડા આવતા હોય તો પણ આ સૂરજની જેમ તેની વચ્ચેથી પણ ઉગી દેખાડવુ એ જ આજના સમયની માંગ છેે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application