હાલમાં જ સોશિયલ મીડિયા પર 111 વર્ષ જૂનું ફૂડ મેનુ શેર કરવામાં આવ્યું છે. આ ફૂડ મેનૂમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ટાઈટેનિક જહાજનું ફૂડ મેનૂ છે, જે ફર્સ્ટ ક્લાસ અને થર્ડ ક્લાસમાં મુસાફરી કરતા મુસાફરો માટે છે. ભલે ટાઈટેનિક જહાજ સાથે દુ:ખદ અકસ્માત થયો હોય, પણ તેની યાદો આજે પણ લોકોના મનમાં છે.
ફેસીનેટીંગ નામના એક્સ હેન્ડલથી બે તસવીરો શેર કરવામાં આવી છે. પ્રથમ ફોટો ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતા મુસાફરો માટે ફૂડ મેનૂ બતાવે છે અને બીજો ફોટો થર્ડ ક્લાસમાં મુસાફરી કરતા મુસાફરો માટે ફૂડ મેનુ દશર્વિે છે. જે અનુસાર, ફર્સ્ટ ક્લાસના મેનૂમાં કોન્સોમે ફર્મિયર, ફિલેટ્સ ઓફ બ્રિલ, ચિકન એ લા મેરીલેન્ડ, કોર્નડ બીફ અને કૂકડ વેજીટેબલ્સ અને ડમ્પલિંગનો સમાવેશ થાય છે. ફ્રોમ ધ ગ્રીલ વિકલ્પમાં રોસ્ટેડ મટન ચોપ્સ અને બેકડ જેકેટ બટાકાનો પણ સમાવેશ થાય છે. મુસાફરો માટેના મેનૂમાં કસ્ટર્ડ પુડિંગ, એપલ મેરીંગ્યુ અને પેસ્ટ્રીનો સમાવેશ થાય છે. બફેટમાં સેલ્મોન મેયોનેઝ, પોટેડ ઝીંગા, નોર્વેજીયન એન્કોવીઝ, સોસ્ડ હેરિંગ, પ્લેન અને સ્મોક્ડ સારડીન, રોસ્ટ બીફ, મસાલેદાર બીફ, વિલ અને હેમ પાઇનો સમાવેશ થાય છે. આ સિવાય વજીર્નિયા અને કમ્બરલેન્ડ હેમ, બોલોગ્ના સોસેજ, ચિકન ગેલેન્ટાઈન, કોર્ન્ડ ઓક્સ ટંગ, લેટીસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બીટરૂટ, ટામેટા, ચીઝ સહિત ચેશાયર, સ્ટિલટન, ગોર્ગોન્ઝોલા, એડમ, કેમમબર્ટ, રોકફોર્ટ, સેન્ટ એવેલ ચેડર પણ આ મેનુમાં સામેલ હતા.
જયારે થર્ડ ક્લાસમાં મુસાફરી કરતા મુસાફરો માટે ફૂડ મેનુમાં પણ ઘણી બધી ફૂડ આઈટમનો સમાવેશ થાય છે. નાસ્તાના મેનૂમાં ઓટમીલ પોર્રીજ અને દૂધ, સ્મોક્ડ હેરિંગ, જેકેટ બટાકા, હેમ અને ઇંડા, તાજી બ્રેડ અને બટર, મુરબ્બો, સ્વીડિશ બ્રેડ, ચા અને કોફીનો સમાવેશ થાય છે. રાત્રિભોજનમાં રાઇસ સૂપ, તાજી બ્રેડ, બ્રાઉન ગ્રેવી, કેબિન બિસ્કીટ, સ્વીટ કોર્ન, બાફેલા બટાકા, પ્લમ પુડિંગ, મીઠી ચટણી અને ફળોનો સમાવેશ થતો હતો. આ પોસ્ટ પરપર ઘણા લોકોની પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે. કોમેન્ટ કરતી વખતે ઘણા લોકોએ લખ્યું છે કે - થર્ડ ક્લાસ મેનુ બેસ્ટ છે. અન્ય યુઝરે લખ્યું કે ટાઈટેનિક હવે માત્ર યાદોમાં જ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech