મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામના અને છેલ્લા કેટલાક સમયથી ઉમરાળા તાલુકાના ટીંબી ગામે રહેતા યુવાનનું યુવતિ સાથેના પ્રેમસબંધના મામલે નવ જેટલાં શખ્સોએ જુદાજુદા વાહનોમાં ઢસા-માંડવા રોડ પર બાઈક સવાર યુવાનનો સતત પીછો કરી બાઈકને ટક્કર મારી યુવાનને પછાડી દઈ ધારિયા સહિતના હથિયારો વડે હુમલો કરી તેની હત્યા નીપજાવી નાસી છૂટ્યાની ઘટનાના પગલે તળાજા અને બોટાદ પંથકમાં ચકચાર મચી હયી. આ અંગે ટીંબી ગામે રહેતા મૃતક યુવાનના મામાના પુત્ર દ્વારા નવ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા ઢસા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ઉમરાળા તાલુકાના ટીંબી ગામે રહેતા સાગરભાઈ ધીરૂભાઈ કેરાસિયા(ઉ. વ. ૨૬) એ હિતેન્દ્રસિંહ ઉર્ફે કુશ બળવંતસિંહ ગોહિલ, જયદીપસિંહ ભગતસિંહ ગોહિલ, હરદીપસિંહ ઉર્ફે કાનો ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શકુભા ગોહિલ, વિશ્વરાજસિંહ જગદીશસિંહ ગોહિલ, અજયસિંહ વાઘેલા તેમજ ત્રણ અજાણ્યા શખ્સો સામે એવી ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદી સાગરભાઈના ફઈનાં પુત્ર મર જનકભાઈ (ઉ. વ. ૨૧, રે. મૂળ ટીમાણા, તા. તળાજા, હાલ ટીંબી )ને ટીંબી ગામે રહેતા બળવંતસિંહ ગોહિલની પુત્રી હેતલબાની પુત્રી પીયુ સાથે છેલ્લા એકાદ વર્ષથી પ્રેમ સબંધ હોય અને આ પ્રેમ સબંધની જા ણ પીયુનાં ઘરનાં સભ્યોને થતા પીયુએ જનકભાઈને લઇ જવા જણાવતા આ મૃતક જનકભાઈ અને સાહેદ પીયુને લેવા માટે તેમનાં ગામ ભાયાવદર ખાતે ગયેલ અને તેમને લઇને રંઘોળા પહોચેલ ત્યારે રોપીઓએ ગુન્હાહીત કાવતરૂ કરી ગે.કા.મંડળી રચી પ્રાણઘાતક હથીયારો ધારણ કરી આરોપી હીતેન્દ્રસિંહ ઉર્ફે કુશભાઈ બળવંતસિંહ ગોહિલ તથા એક અજાણ્યો ઇસમ ઇકો ગાડી લઇ આવી સાહેદ યાજ્ઞીકભાઈનું અપહરણ કરી માર મારી ઈકો ગાડીમાં બેસાડી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ બાઈક ઉપર આગળ જતા જનકભાઇની બાઈક ને ટક્કર મારી આરોપી હીતેન્દ્રસિંહ ઉર્ફે કુશભાઇએ ઇકો ગાડીમાથી ધારીયુ કાઢી જનકભાઈ ને માથાનાં ભાગે મારી અને તેની સાથેનાં અજાણ્યા શખ્સે જનકભાઇને લોખંડનાં પાઇપથી માર મારી તેમજ આરોપી જયદીપસિંહ ભગતસિંહ ગોહિલે જનકભાઇની નો સતત પીછો કરી આરો પી હીતેન્દ્રસિંહ ઉર્ફે કુશભાઇ જનકભાઇની માહિતી આપી બીજી એક ઓમની વાન ગાડીમાં આ રોપી વિશ્વરાજસિંહ જગદીશસિંહ ગોહિલ તથા હરદીપસિંહ ઉર્ફે કાનો ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શકુભા ગોહિલ તથા અજયસિંહ વાઘેલા તથા બે અજાણ્યા શખ્સોએ આવી જનકભાઈ અને સાહેદ યાજ્ઞીકભાઈને ઢીકા પાટુથી માર માર મારી સાહેદ ને સામાન્ય ઇજાઓ કરી જનકભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ તથા શરીરે મુંઢ તેમ જ મરણતોલ ઇજાઓ પહોંચાડી તેની હત્યા નીપજાવી નાસી છૂટ્યા હતા. સાગરભાઈએ નોંધાવેલી ફરિયાદના પગલે ઢસા પોલીસે તમામ સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech