ટિકટોક સ્ટારે જંગલમાં આગની વચ્ચેનો વીડિયો શેર કર્યો અને પછી શું થયું

  • May 15, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • પાકિસ્તાની સોશિયલ મીડિયા સ્ટાર હુમૈરા અસગરને લોકોની માફી માગવી પડી
  • વિવદા વકરતા ટ્રોલિંગને કારણે હુમૈરાને વીડિયો તાકિદે ડિલીટ કરવો પડ્યો


વિવદાસ્પદ ચાઇનીઝ એપ ટિકટોક દેશમાં બહુ ઝડપથી લોકપ્રિય થઇ ગઇ હતી. અને લગભગ દરેક મોબાઇલધાકરક તેના પર વીડિયો શેર કરવા લાગ્યા હતા. પરંતુ ભારત સરકારે તેના પર પ્રતિબંધ મૂકી દેતા ઘણાના અરમાન અધૂરા રહી ગયા હતા. જો કે હવે ફરી ટિકટોકની ચર્ચા થવા લાગી છે. રાતોરાત ઘણા સ્ટારને સ્ટાર બનાવી દેનાર આ પ્લેટફોર્મ પાકિસ્તાની ઇન્ટરનેટ સેન્સેશનને કારણે ચર્ચામાં છે.

 

પાકિસ્તાની સોશિયલ મીડિયા સ્ટાર હુમૈરા અસગર આ સમયે પોતાના એક ટિકટોક વીડિયો પછી લોકોના નિશાન પર આવી ગઈ છે.  હુમૈરાએ ટિકટોક પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયો પાકિસ્તાનના મોસ્ટ ટ્રેન્ડિંગ ગીત પાસૂરી પર બનાવવામાં આવ્યો છે. હુમૈરાનો આ વીડિયો જંગલમાં શૂટ કરવામાં આવ્યો છે અને વીડિયોમાં તેની પાછળ જંગલમાં ભીષણ આગ લાગેલી જોવા મળી રહી છે.

જંગલમાંથી પોતાનો ડ્રામેટિક વીડિયોને શેર કરતા હુમૈરાએ કેપ્શનમાં લખ્યું છે...

 જ્યાં પણ જાઉં છું આગ લાગી જાય છે. વીડિયોમાં હુમૈરા આગના કારણે સળગી રહેલા ઝાડની સામે લાંબુ ગાઉન પહેરીને ટશનમાં અને એટિટ્યૂડ સાથે વોક કરતી જોવા મળી રહી છે.


હુમૈરાએ આ વીડિયો ફન અને એન્ટરટેઈનમેન્ટ માટે બનાવ્યો હતો પરંતુ સળગતા ઝાડની સાથે વીડિયો બનાવવા પર તેને બરાબરની ટ્રોલ કરવામાં આવી રહી છે અને તેને લોકો ખરી-ખોટી પણ સાંભળવી રહ્યા છે. હુમૈરાનો આ ટિકટોક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હુમૈરાએ 15 સેકન્ડના વીડિયો બનાવવા માટે જંગલના ઝાડમાં આગ લગાવી હતી. ઘણા લોકો આ દાવો કરતા પાકિસ્તાનની સરકારને તેને સજા આપવાની પણ માંગણી કરી રહ્યા છે.


વીડિયો પર થઈ રહેલા વિવાદ અને ટ્રોલિંગના કારણે હુમૈરાની ટીમ તરફથી એક સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હુમૈરાએ આગ લગાડી નથી અને વીડિયો બનાવવામાં કોઈ નુકસાન થયું નથી.



ટ્રોલિંગ પછી હુમૈરાએ તે વીડિયો ડિલીટ કરી નાખ્યો હતો પરંતુ પછી પણ તેનો  વિવાદ વકરતો જઈ રહેલો જોવા મળ્યો છે. પર્યાવરણ કાર્યકર્તાઓ અને ઈસ્લામાબાદ વાઈલ્ડલાઈફ મેનેજમેન્ટ બોર્ડની ચેરમેન રીના સઈદ ખાન શેટ્ટીએ કહ્યું હતું કે-તેણે આગને ગ્લેમરાઈઝ કરવાના બદલે પાણીની ડોલ લઈને તે ઓલવવાનું કામ કરવું જોઈતું હતું. હુમૈરાની વાત કરીએ તો ટિકટોક પર તેના 11 મિલિયન ફોલોઅર્સ છે. ફેન્સ તેના વીડિયોને ઘણો પસંદ કરે છે પરંતુ તેની એક ભૂલ તેની પર જ ભારી પડતી જોવા મળી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application