ધ્રોલમાં પોલીસના દંડારાજથી વેપારીઓ ક્રોધિત: રવિવારે સજ્જડ બંધ

  • June 28, 2021 10:55 AM 

માસ્ક જેવી ક્ષુલ્લક બાબતે વેપારીને ઢોરમાર: શહેરીજનો અને વેપારીઓએ સજ્જડ બંધ પાળી દશર્વ્યિો વિરોધ: ધ્રોલ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અપાયેલું આવેદન: પોલીસે બન્ને પોલીસમેન સામે નોંધયો ગુનો: સામાપક્ષે વેપારીઓ સામે ફરજમાં રુકાવટની ફરિયાદ

ધ્રોલમાં એક વેપારી સામે ખાસ ખાર રાખી બે પોલીસમેન દ્વારા માસ્ક નહીં પહેરવાના મુદ્દે રકઝક કયર્િ બાદ પોલીસ દ્વારા વેપારીને ઢોર માર મારી હીટરલશાહીના દર્શન કરાવ્યા હતા, જેના વિરોધમાં સમગ્ર વેપારી આલમ અને શહેરીજનો આ બે પોલીસમેનના અસહ્ય ત્રાસના વિરોધમાં એકત્રીત થઇ ગયા હતા, વપેારી પર કરાયેલા હુમલાના પગલે ધ્રોલ ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ પોલીસ અને મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ દશર્વ્યિો હતો, સાથોસાથ ધ્રોલના તમામ વેપારીઓએ રવિવારે સજ્જડ બંધ પાળી પોલીસમેન સામે કડક પગલા ભરવાની માંગ સાથે આક્રોશ દશર્વ્યિો હતો.

ધ્રોલના ગાંધી ચોકમાં આંગડિયાની પેઢી ધરાવતા દિગ્વિજયસિંહ દિલાવરસિંહ ઝાલા (ઉ.વ.48) નામના વેપારી બીજા માળે ઓફિસે બેઠા હતા, બે જમાદાર મહિપત સોલંકી અને નિલેશ ભીમાણી આવ્યા અને માસ્ક બાબતે માથાકૂટ કરતા વેપારીએ દંડ ભરવાનું કહેવા છતાં તેને જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જઈ ઢોર માર માર્યો હતો, જેનાથી વેપારીની આંખ માંડ બચી છે.

જે પોલીસ સામે માર મારવાના આક્ષેપ થઈ રહ્યા છે તે પોલીસ અઠવાડિયા પહેલા ધ્રોલ શહેરમાં ચેકીંગમાં હતી ત્યારે એક દંપતિ મોટરસાયકલ પર જતું હતું જેમાં પુરૂષનો માસ્ક મોઢેથી નીચું હતું જેને જોઈ જતાં પોલીસે દોટ લગાવી તેની ગાડીનું હેન્ડલ પકડી લીધુ હતું જેના કારણે ગાડી નીચે પડી ગઈ હતી અને પાછળ બેસેલી મહિલાનું માથું ફાટી ગયું હતું. આ બાબતે ભારે બબાલ થઈ હતી અને માફા માફીના અંતે પોલીસ ફરિયાદ થઈ ન હતી.

બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ડીવાયએસપી કૃણાલ દેસાઈ પણ ધ્રોલ પહોંચી ગયા હતા અને વેપારીઓને આશ્વાસન આપી દોષિત પીએસઆઈ એમ.એન. જાડેજા, મહિપત સોલંકી અને નિલેશ ભીમાણી સામે ફરિયાદ લેવાની તજવીજ હાથ છતાં પણ વેપારીઓનો રોષ શાંત ન થયો અને પોલીસ ત્રાસના વિરૂદ્ધમાં આવતીકાલે રવિવારે ધ્રોલ બંધનું એલાન ચેમ્બર ઓફ કોમર્સ તથા તેની સંલગ્ન સંસ્થાઓ દ્વારા આપવામાં આવ્યું છે. પોલીસે પણ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ દોષિત પોલીસમેનો સામે ગુનો નોંધવાની તજવીજ શરુ કરી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના ખજાનચી નરેશ પુજારાએ જણાવ્‌યું હતું કે, ધ્રોલમાં નાના વેપારીઓ ધંધા કરે છે તેને માસ્ક બાબતે પોલીસનો ખૂબજ ત્રાસ છે, અમે આ બાબતે એસપીને રજૂઆત કરી છે અને વેપારીઓએ બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી જયંતિભાઇ પટેલે કહ્યું હતું કે, અમે પોલીસને રજૂઆત કરી છે, સામાન્ય બાબતમાં વેપારીને માર માર્યો છે, વેપારીની પરિસ્થિતિ ખરેખર જાણવી જોઈએ અને જવાબદાર પોલીસ સામે સખત કાર્યવાહી કરી અમને આ ત્રાસમાંથી છૂટકારો અપાવવો જોઈએ.

ધ્રોલ હિન્દુ સેનાના પ્રમુખ ગૌરવ મહેતાના જણાવ્યાનુસાર અમે લોકોએ ડીવાયએસપીને મોખિક રજૂઆત કરી છે કે, ડી-સ્ટાફના બે જમાદાર મહિપતસિંહ સોલંકી અને ભીમાણી દંડ કરે છે તો તે ઠીક પરંતુ વેપારીઓને હેરાન કરી માર મારે છે, વેપારીઓને હેરાન કરવાનું બંધ થવું જોઈએ.

ધ્રોલના વેપારી દિલીપભાઇ શાહએ કહ્યું હતું કે, મારું ગાડી ધોવાનું સર્વિસ સ્ટેશન છે, હું પાણી વેચાતું લઈ ગાડી ધોવાનો ધંધો કરું છું. પોલીસ મફતમાં વાહન ધોવડાવી જાય છે, પૈસા માગું તો ધમકાવે છે અને ફોટા પાડીને પોલીસ સ્ટેશન બોલાવે છે, ધ્રોલમાં પોલીસનો ત્રાસ ખૂબ છે, હું દુકાને પાણી પીતો હતો ત્યાં બે પોલીસવાળા આવીને મને માસ્ક અંગે ધમકાવવા લાગ્યા અને દંડ ભરવાનું કહેવા છતાં મને ધરાર પોલીસ સ્ટેશન બોલાવી મારા કાગળો કયર્િ હતા.

ધ્રોલના ડીવાયએસપીએ જણાવ્‌યું હતું કે, ધ્રોલમાં બનેલી ઘટના અંગે હું ખૂદ ત્યાં પહોંચી ગયો છું અને વેપારીઓ અને લોકો સાથે વાત કરી છે. જે વેપારીને માર મારવામાં આવ્યો છે તે રાજકોટ હોય, ફરિયાદ લેવા પોલીસને રાજકોટ મોકલવામાં આવી છે તેની ફરિયાદ બાદ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

દરમ્યાન ધ્રોલ પોલીસમાં વેપારી સામે ફરજમાં રુકાવટ કયર્નિી અને વેપારીઓ દ્વારા પોલીસમેન સામે ઢોર માર માયર્નિી ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે, પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS