- અગાઉ દિશાના જન્મદિને પણ ટાઇગરે શુભેચ્છા પાઠવી હતી
- બંનેને સાથે જોઇ ફેન્સ થયા ખુશ, ફરી એક થવાની અપેક્ષા રાખવા લાગ્યા
બોલીવુડનો એક્શન સ્ટાર ટાઈગર શ્રોફ એક્સ ગર્લફ્રેન્ડ અભિનેત્રી દિશા પાટણી સાથે ફરીથી જોવા મળ્યો હતો. બંને બ્રેકઅપ બાદ દિશાના જન્મદિવસ પર અભિનેતાએ તેને શુભેચ્છા પાઠવી હતી. આ રીતે બંને લાંબા સમય પછી એક બીજાની નજીક આવ્યા.
હાલમાં દિલ્હીમાં યોજાયેલી એક ઇવેન્ટમાં ભાગ લેવા માટે મુંબઈથી એકસાથે ફ્લાઈટમાં ટ્રાવેલ કર્યું હતું. તેમના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં ટાઈગર અને દિશા એકબીજાની સાથે બેઠેલા જોવા મળી રહ્યા છે અને એકબીજા સાથે વાત કરી રહ્યા છે. આ જોઇ તેમના ફેન્સ તો ઉત્સુક થઈ ગયા અને બંને ફરી એક થવાના છે તેવી અપેક્ષા રાખવા લાગ્યા છે.
વીડિયોમાં ટાઈગર શ્રોફ અને દિશા દિલ્હીની ઇવેન્ટમાં સાથે પહોંચ્યા હવાનું દેખાય છે. જોકે બંને ફોટોગ્રાફર્સને અલગ અલગ પોઝ આપ્યા હતા. જે વખતે ટાઈગર પોઝ આપતો હતો ત્યારે દિશાએ રાહ જોઈ હતી. તેના ગયા પછી તેણે પોઝ આપ્યા હતા. આ ઇવેન્ટમાં ટાઈગર શ્રોફ બ્લેક ટીશર્ટ અને મેચિંગ પેન્ટની સાથે બૂટ પહેર્યા હતા. જ્યારે દિશાએ ક્રોપ્ડ પર્પલ ટોપની સાથે વ્હાઈટ પેન્ટ અને સ્નીકર પહેર્યું હતું. આ સાથે જ બંનેએ ડાર્ક સનગ્લાસીસ પણ પહેર્યા હતા.
આ ઇવેન્ટમાં દિશા અને ટાઈગર બંને એકબીજાની સાથે બેઠેલા જોવા મળ્યા હતા. આ સાથે જ ટાઈગરની બહેન કૃષ્ણા શ્રોફ દિશાની બાજુમાં પોતાની માતા આયશા શ્રોફ સાથે બેઠી હતી. જોકે, આ ઇવેન્ટની કેટલીક તસવીરોમાં દિશા અને ટાઈગર એકસાથે હસતા અને કેમારામેન્સને અલગ અલગ એક્સપ્રેશન આપતા જોવા મળી રહ્યા છે.
કૃષ્ણા શ્રોફની વાત કરીએ તો તે ઑલ બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. જ્યારે આ ઇવેન્ટમાં તે ઘણા બધા સાથે મુલાકાત કરતી નજરે પડી હતી. ઉપરાંત આ ઇવેન્ટમાં ડેની ડેન્ઝોન્ગ્પાનો દીકરો રિનઝિંગ ડેન્ઝોન્ગ્પા પણ હાજર રહ્યો હતો. ત્યારબાદ આ ઇવેન્ટમાંથી દિશા અને ટાઈગર ઘણા જલ્દી નીકળી ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૈન મહિલાઓ સંચાલિત ગૃહઉદ્યોગ-વ્યવસાય-વેપારનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ
September 20, 2024 12:15 PMજેતપુર પાસે છકડો રીક્ષામાં દેશી દારૂ ના જથ્થા સાથે એક પકડાયો
September 20, 2024 12:14 PMગોંડલમાં બંધ મકાનને નિશાન બનાવી ઘરેણા-રોકડ સહિત 46 હજારની ચોરી
September 20, 2024 12:13 PMગોંડલમાં પતિ સહિત સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો ઝેર પી આપઘાત
September 20, 2024 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech