કેશોદ તાલુકા પંચાયતની મોટી ઘસરી બેઠક પર ટાઈ, ચિઠ્ઠી ઉછાળતા આપ જીત્યું, ભાજપ હાર્યું
કેશોદ તાલુકા પંચાયતની મોટી ઘસરી બેઠક પર ટાઈ, ચિઠ્ઠી ઉછાળતા આપ જીત્યું, ભાજપ હાર્યું
April 28, 2026 05:32 PM
કેશોદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટી ઘસરી બેઠક આ વખતે સૌથી વધુ ચર્ચામાં રહી બેઠક હતી. આ બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે એવી ટક્કર જામી કે છેલ્લા મત સુધી કોઈને ખબર નહોતી કે વિજેતા કોણ બનશે. મતગણતરી પૂરી થયા પછી જ્યારે અધિકારીઓએ અંતિમ આંકડા જાહેર કર્યા ત્યારે સૌના મોંમાંથી નીકળી ગયું ટાઈ...! ભાજપ અને આપના ઉમેદવારને એકસરખા મત મળ્યા હતા.
ચૂંટણી અધિકારીએ બંને પક્ષના ઉમેદવારો અને તેમના એજન્ટોની હાજરીમાં ચિઠ્ઠી ઉછાળવાની પ્રક્રિયા શરૂ કરી હતી. હોલમાં સન્નાટો છવાઈ ગયો હતો. દરેકની નજર ચિઠ્ઠીના બોક્સ પર અને અધિકારીના હાથ પર રહેલી ચિઠ્ઠી પર હતી. જ્યારે અધિકારીએ એક ચિઠ્ઠી કાઢી અને તેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનું નામ વંચાયું ત્યારે આપના કાર્યકર્તાઓમાં ખુશીનો પારાવાર ઉત્સાહ છવાઈ ગયો હતો.