આજે નેશનલ સિનેમા ડેઃ 4000 મલ્ટિપ્કેસમાં જુઓ માત્ર 75 રૂપિયામાં મૂવી

  • September 23, 2022 04:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોરોના કાળમાં OTT પ્લેટફોર્મ તરફ વળેલા દર્શકોને થિયેટરોમાં ખેંચવાનો નુસ્ખો


રાષ્ટ્રીય સિનેમા દિવસ નિમિત્તે મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ દર્શકોને ખાસ ભેટ આપવાનું નક્કી કર્યું છે. 23 સપ્ટેમ્બરે, તમે માત્ર 75 રૂપિયામાં દેશભરના સિનેમાઘરોમાં મૂવી જોવાનો આનંદ માણી શકો છો. પહેલા સિનેમા દિવસ 16 સપ્ટેમ્બરે ઉજવવાનો હતો, પરંતુ પછી તેનો દિવસ 23 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવ્યો. અગાઉ દેશમાં સિનેમા દિવસની ઉજવણી કરવામાં આવતી ન હતી, ફિલ્મ નિર્માતાઓ, કલાકારો અને ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોમાં ઘણો ઉત્સાહ છે.


 જ્યારથી કોરોના મહામારીએ લોકોને તેમના ઘરોમાં કેદ કરી દીધા હતા. OTT પ્લેટફોર્મ જ મનોરંજનનું સાધન બની ગયું. ધીમે-ધીમે તેને એવો ચસ્કો લાગ્યો કે લોકોએ થિયેટરોમાં જવાનું બંધ કરી દીધું, જેની સીધી અસર ફિલ્મ નિર્માણ પર પડી રહી છે. આવી સ્થિતિમાં, દર્શકોને ફરીથી થિયેટરોમાં આકર્ષવા માટે મલ્ટીપ્લેક્સ એસોસિએશને લગભગ 4 હજાર થિયેટરોમાં માત્ર 75 રૂપિયામાં ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે.


કોરોના મહામારીને કારણે સમગ્ર ઉદ્યોગ પ્રભાવિત થયો હતો. લોકડાઉન દરમિયાન થિયેટર સંપૂર્ણપણે બંધ હતા. લોકડાઉનના નિયમો હળવા કરવામાં આવ્યા ત્યારે લોકોની સુરક્ષાનું ધ્યાન રાખીને 50 ટકા ઓક્યુપન્સીના નિયમ સાથે થિયેટર ખોલવામાં આવ્યા હતા. તે જ સમયે ફિલ્મ ઉદ્યોગ પણ ખરાબ તબક્કાનો સામનો કરીને ફરી એકવાર ઉભરી આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. લાંબા સમય પછી ફિલ્મો બની રહી છે અને રિલીઝ થઈ રહી છે, પરંતુ સિનેમાઘરોમાં શાંત છે. સિનેમાઘરોમાં પહેલા જેવી રોનક ફરીવાર નથી આવી.

 


સિનેમા ડે પર સસ્તી ટિકિટ મળવાનો મોટો ફાયદો થશે. મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા FICCI એટલે કે ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી હેઠળ આવે છે. તેની રચના વર્ષ 2002માં થઈ હતી. આ એસોસિએશન સાથે લગભગ 500 મલ્ટિપ્લેક્સ સંકળાયેલા છે, જે દેશભરમાં 4,000 સ્ક્રીન ધરાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application