રાજકોટમાં રમાનારા ભારત-આફ્રિકા વચ્ચેના ટી-૨૦ મેચની ટીકીટના દર જાહેર...જુઓ વિગતો

  • June 06, 2022 09:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં આગામી ૧૭મી જુને ખંઢેરી સ્ટેડીયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમનારા ટી-૨૦ મેચ માટે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ મેચ માટેની ટીકીટનાં દરની જાહેરાત કરવામાં આવી છે.

આ મેચ માટે ઇસ્ટ સ્ટેન્ડ, વેસ્ટ સ્ટેન્ડ અને સાઉથ પેવેલિયન એમ ત્રણ પાર્ટ પાડવામાં આવ્યા છે અને તે મુજબ દર નક્કી કરવામાં આવ્યા છે. કોર્પોરેટ બોક્સ પણ બનાવવામાં આવ્યા છે.

આ મેચ માટે ઇસ્ટ સ્ટેન્ડમાં લેવલ ૧,૨ અને ૩ માટે ટીકીટના દર ૧૦૦૦ રૂપિયા રાખવામાં આવ્યા છે જયારે વેસ્ટ સ્ટેન્ડ માટે લેવલ-૦૧માટે ૧૫૦૦ રૂપિયા અને લેવલ ૨ અને ૩ માટે ૨૦૦૦ રૂપિયા રાખવામાં આવ્યા છે. વેસ્ટ સ્ટેન્ડમાં કોર્પોરેટ બોક્સ (૧૫ સીટ )નો દર ૭૦૦૦ રૂપિયા રાખવામાં આવ્યો છે.

આ સિવાય સાઉથ પેવેલીયનમાં લેવલ-૧ (ડીનર સાથે )નો દર ૭૦૦૦ રૂપિયા, લેવલ-૨ ( બ્લોક એથી ડી ) ૪૦૦૦ રૂપિયા, લેવલ-૩ ના ૨૫૦૦ રૂપિયા અને કોર્પોરેટ બોક્સ ( ૧૫ સીટ )નાં ૮૦૦૦ રૂપિયા રાખવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ ટીકીટ ઓનલાઈન મળશે અને આ સિવાય અન્ય સ્થળે પણ વેચાણ શરુ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application