આમ આદમી પાર્ટી જામનગર મહાનગરના પૂર્વ યુવા પ્રમુખ તથા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા

  • July 20, 2021 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના, ગુજરાતરાજ્યમાં ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નીતિનભાઈ પટેલના સંવેદનશીલ સાશન થી પ્રભાવિત થઇ, માનનીય પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ ની પ્રેરણા થી તથા જામનગર શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાજીના સક્રિય પ્રયાસોથી આજરોજ આમ આદમી પાર્ટીના પૂર્વ યુવા મોરચા પ્રમુખ મિતેશ મહેતા સહીત બહોળી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. આ તબ્બકે શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, શહેર મહામંત્રી મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, યુવા મોરચા પ્રભારી મિહિર નંદા, કોર્પોરેટર આશિષ જોશી, કાર્યાલય મંત્રી મનહરભાઈ ત્રિવેદી, શહેર ઉપાધ્યક્ષ રાજુભાઈ યાદવ, શહેર મહિલા પ્રમુખ રીટાબેન જોટંગીયા દ્વારા નવા જોડાયેલ સૌ કાર્યકર્તાઓને ખેસ પહેરાવી આવકારેલ છે. આ તબબકે મિતેષ મહેતાએ જણાવેલ કે, જે પાર્ટીમાં કોઈ સમાજ કોઈ સંસ્કૃતિની અવગણના થતી હોય ત્યારે આમ આદમી પાર્ટી જેવા પક્ષમાં હું ન રહી શકું અને આથી જ આમ આદમી પાર્ટી છોડી તેઓ આજ રોજ બહોળી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ગુજરાત રાજ્ય કૃષિમંત્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, ડે મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોસરાણી સહીત શહેર સંગઠનના હોદેદારો, કોર્પોરેટરો, વિવિધ મોરચા ના પદાધિકરીઓ, વોર્ડ સમિતિના પદાધિકારીઓ, વોર્ડ પ્રભારીઓ, કાર્યકર્તાઓએ નવા જોડાયેલ કાર્યકર્તાઓને આવકારેલ. ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર મીડિયા વિભાગના કન્વિનિયર ભાર્ગવ ઠાકરની યાદી માં જણાવવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS