રાજકોટ શહેરમાં આજે સવારથી અસહ્ય બફારા અને આકરી ગરમી બાદ સાંજે વાતાવરણે અચાનક પલટો ખાધો હતો. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને જોતજોતામાં જ ભારે પવન સાથે વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા અને ધોધમાર વરસાદ શરૂ થયો.
વીજળી જાણે તાંડવ મચાવી રહી હોય તેમ કડાકા-ભડાકા એટલા તીવ્ર હતા કે શહેરની ઇમારતો પણ ધ્રુજી ઉઠી હતી. આંખો સામે વીજળીના ચમકારા અને તેના ગગનભેદી અવાજોથી લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ભયાવહ દ્રશ્યો લગભગ સવા કલાક સુધી જોવા મળ્યા હતા.
માત્ર એક કલાકના ટૂંકા ગાળામાં રાજકોટમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે શહેરના રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહેવા લાગ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. વીજળીના પ્રકોપ અને ભારે વરસાદને કારણે શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ LIVE તસવીરો રાજકોટમાં મેઘરાજા અને વીજળીના રૌદ્ર સ્વરૂપનો અંદાજ આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : LRDની પરીક્ષા, 152 કેન્દ્ર પર 43710 વિધાર્થીઓ આપશે પરીક્ષા
June 15, 2025 02:41 PMગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, એક કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો
June 15, 2025 02:40 PMધોરાજીના વેગડી નજીક ભાદર નદીમાંથી મળી વૃધ્ધની લાશ
June 15, 2025 02:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech