શહેરના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતા પ્રૌઢના ઘર પર રાત્રિના અહીં પાડોશમાં જ રહેતા ચાર શખસોએ પથ્થરમારો કર્યેા હતો. જેમાં મકાનની ડેરીમાં તથા બારીમાં નુકસાન થયું હતું. આ ઉપરાંત પથ્થર વાગી જતા પ્રૌઢને પણ ઈજા પહોંચી હતી. આરોપીની વિધવા ભાભી પ્રૌઢના પુત્ર સાથે લ કરવા માંગતી હોય જે બાબતેની માથાકૂટમાં આ હત્પમલો કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસને ચાર શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આંબેડકરનગર શેરી નંબર ૯ માં રહેતા જમનભાઈ અરજણભાઈ ચૌહાણ(ઉ.વ ૫૫) દ્રારા માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં અહીં આંબેડકરનગર શેરી નંબર ૫૬ ના ખૂણે રહેતા સુરેશ ઉર્ફે ગડો ડાંગર,ભરત વારસુર, આશિષ ચંદ્રપાલ અને રાજ ડાંગરના નામ આપ્યા છે. પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.
ગત તા. ૧૭૮ ના રાત્રીના ૧૦:૩૦ વાગ્યા આસપાસ તેઓ ઘરે હતા ત્યારે બાજુની શેરીમાં રહેતા આરોપીઓ અહીં ઘરે આવી ગાળો બોલતા હોય અને ઘરની ડેરી પર પથ્થરોના છૂટા ઘા કરતા હોય જેમાં ડેલીમાં નુકસાન થયું હતું. જેથી ફરિયાદીએ બહાર આવી આ લોકોને કહ્યું હતું કે, તમે કેમ મારા ઘરે આવી પથ્થરોના ઘા કરો છો? જેથી આ શખસો ગાળો દેવા લાગ્યા હતા.બાદમાં ફરિયાદી ઘરમાં જવા જતા તેમને પથ્થર લાગી ગયો હતો.આ પથ્થરમારામાં ફરિયાદીના ઘરની ડેલીમાં તથા બારીમાં નુકસાન થયું હતું.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, આરોપીઓના કૌટુંબિક ભાઈ મનીષ ડાંગરે પૂનમ સાથે લ કર્યા હોય અને મનીષ ડાંગરનું અવસાન થયું છે.બાદમાં આ મનીષ ડાંગરની પત્ની પૂનમ ફરિયાદીના પુત્ર ભરત સાથે લ કરવા માંગતી હોય જે વાત આ ચારેય આરોપીઓને પસદં ન હોય જેનો ખાર રાખી આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે અંગે પ્રૌઢની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર-લાલપુર નજીક હાઇવે પર મોટો અકસ્માત ટળ્યો...!
December 23, 2024 11:15 AMડાયાબિટીસ–કોલેસ્ટ્રોલની દવાઓ સહિત ૬૫ દવાઓ માટે નવી કિંમતો નક્કી કરાઈ
December 23, 2024 11:08 AMરિવાઇડ રિટર્નની તારીખ ૧૫મી જાન્યુઆરી સુધી લંબાવી દેવાઈ
December 23, 2024 11:07 AMગીર સોમનાથ જિલ્લામાં ફરજ દરમિયાન મીઠી ઊંઘ માણતા ઝડપાયેલા 23 હોમગાર્ડ જવાન સસ્પેન્ડ
December 23, 2024 11:05 AMઆલિયાબાડાની બી. એડ. કોલેજમાં સાયબર ક્રાઈમ અવેરનેસ વર્કશોપ
December 23, 2024 11:05 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech